- હાલ ઝુમખા અને ચાંદબાલિયાની ચાલી રહી છએ ફેશન
- માર્કેટમાં અવનવા ઈયરિંગ્સ ઉપલબ્ધ જે તમારા લૂકને બનાવે છે આકર્ષક
સ્ત્રીઓ સુંદર દેખાવવા માટે સરસ મજાના વસ્ત્રો અને મેકઅપ કરે છે જો કે આટલેથી જ સ્ત્રીઓની સુંદરતા પુરી થતી નથી આભૂષણ વિનાની સ્ત્રીઓ અઘુરી,એટલે કે દરેક સ્ત્રીની સુંદરતામાં આભૂષણ મહત્વનો ભાગ ભજવે છે જે સ્ત્રીની સુંદરતામાં ચાર ાચંદ લગાવી દે છે ,ખાસ કરીને આજે વાત કરીએ ઈયરિંગ્સની સ્ત્રીઓ જૂદા જૂદા પ્રકારના કપડા પર અવનવી ડિઝાઈનના ઈયરિંગ્સ પહેરવાનું પસંદ કરે છે,તો આજે ઈયરિંગ્સના પ્રકાર અને ફએશન વિશે વાત કરીશું.
1 ઝુમખા
દરેક યવતીઓ આ ઈયરિંગ્સ પહેર્યા જ હશે જે એ ભારતીય પોશાકને ગ્લેમ અપ કરે છે. ઝુમકા હૂક અથવા સ્ટડથી લટકેલા ગુંબજ આકાર દ્વારા ચિહ્નિત થયેલ છે. તેઓ સોના અને ચાંદી બંને ધાતુઓમાં ઉપલબ્ધ છે.જો કે હવે ફેશનની દુનિયામાં ઓક્સોડાઈઝથી લઈને ડાયમંડમાં પણ ઝુમખાો ુપલબ્ધ છે જે સાડી, ચોલી જેવા પરિધાન પર આકર્ષક લૂક પ્રદાન કરે છે.
2 ચાંદ બાલી
સાદી ભાષામાં બાલીને કડી પણ કહી શકાય, જે ગોળ અર્ધ અથવા પુરા ચંદ્રકારના શેપમાં હોય છે જે ડ્રેસ અને પટિયાલા વસ્ત્ર સાથએ શૂેબલ હોય છે.તેના નામ પરથી સ્પષ્ટ થાય છે કે તેનો આકાર ચંદ્ર જેવો છે. મોટા ભાગને ટોચ પર નાના સંવર્ધન સાથે જોડવામાં આવે છે, સામાન્ય રીતે અડધા ચંદ્રના આકારમાં. ઇયરિંગ્સની જેમ આમાં પણ તમને ઘણી વેરાયટી જોવા મળશે. કુંદનથી લઈને પોલ્કી અને સિલ્વર ઓક્સિડાઇઝ્ડ સુધી, તમને તમારા ભારતીય વેર સાથે મેચ કરવા માટે પુષ્કળ વિકલ્પો મળશે.
3 ડેંગલર્સ
ડેંગલર્સ શબ્દ ‘દંગલ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે લટકવું અને આ કાનની બુટ્ટીઓ પણ તેનાથી પ્રેરિત છે. આ પ્રકારની ઇયરિંગ્સમાં એક અથવા ઘણા નાના તત્વો મધ્ય ભાગમાંથી લટકતા હોય છે. આ સામાન્ય રીતે કદમાં મોટા હોય છે, તેથી પાર્ટીવેરના પોશાક પહેરે સાથે ખૂબ સરસ જાય છે.
4 શેડલિયર
આ ઈયરિંગ્સ પણ એ જ આકારથી પ્રેરિત છે. આ ટોચ પરના નાના ભાગથી પણ શરૂ થાય છે અને જેમ જેમ તમે નીચે જાઓ તેમ પહોળા થાય છે. તમને આના ભારતીય અને પશ્ચિમી બંને વર્ઝન માં પહેરી શકાય છએ જે આકર્ષક દેખાવ આપે છે.