Site icon Revoi.in

જો તમે હેર કલરના શોખીન છો તો જાણીલો તમારી  સ્કિન ટોન પ્રમાણે તમને કયો કલર સારો લાગશે

Social Share

આજની દરેક નારી ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાય,આ માટે તે અનેક વસ્તુઓની મદદ લે છે, જેમ કે મેકઅપક કરવો, સારા કપડા પહેરાવા અને  ખાસ પોતાના હેરની કાળજી રાખવી ,અને જો હેર થોડા વ્હાઈટ થઈ ગયા હોય તો યુવતીઓ તેને કલર કરીને નવો લૂક આપી દે છે.

જો કે હવે ફેશનની દુનિયામાં  હેર કલર કરવું આજ કાલ માત્ર સેફદ વાળ માટે જ નહી પરંતુ દરેક કલરના વાળ ધરાવતી યુવતીઓનો શોખ બની ગયો છે,જો કે હેર કલર પસંદ કરતી વખતે આપણે આપણી સ્કિન ટોનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, આપણી સ્કિનને શોભે તેવો હેર કલર કરીશું તો આપણી સુંદરતામાં ચાર ચાંદ લાગશે નહી તો ક્યારેય આપણે હાસ્ને પાત્ર પણ બની શકીે છીએ,

સ્કિન ટોન પ્રમાણે કરવામાં આવતો હેર કલર બેસ્ટ હોય છે. તેનાથી ચહેરાનો એલગ અને સારો લૂક પ્રદાન થાય છે અને કલર કર્યા પછી લુક્સ અલગ લાગે છે અને લોકો નોટિસ પણ કરે છે.

હેર કલર સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. રૂટ ટચઅપ અને ગ્લોબલ હેર કલર. જેમને ગ્રે હેર આવતા હોય તેઓ રૂટ ટચઅપ કરાવી શકે છે. લુક બદલવા માટે ગ્લોબલ હેર કલર કરવામાં આવે છે.જેથી તમે કયા પર્પસથી હેર કલર કરવો છો તે બાબત મહત્વની બને છે.

ડાર્ક સ્કિન ટોન- જો તમારી સ્કિન ટોન ડાર્ક છે, તેમને લાઈટ શેડનો કલર પસંદ ન કરવો જોઈએ. લાઈટ કલર આવા સ્કિન ટોનને કોમ્પ્લિમેન્ટ કરવાની જગ્યાએ ચહેરાને ખરાબ લૂક આપી શકે  છે. ડાર્ક સ્કિન ટોન પર બ્રાઉન, બર્ગન્ડી, બ્રાઉન અને રેડ ટોનના શેડ્સ  વધુ શોભે છે.

લાઈટ સ્કિન ટોન -જે લોકોની સ્કિન વ્હાઈટ હોય છે તેઓને ડાર્ક અને લાઈટ બંને શેડ્સ સારા લાગે છે. જો કે, આવા સ્કિન ટોનવાળી યવતીઓ માટે લાઈડ શેડ વધારે સારો લાગે છે. ફેર સ્કિન ટોન પર લાઈટ બ્રાઉન, એશ, બ્લોન્ડ અને કોપર કલર સારો લાગે છે.