તમે એકલા પ્રવાસ કરવાનો શોખીન છો તો સેફ્ટી માટે ચોક્કસ અપનાવો આ ટીસ્પ
એકલા મુસાફરી કરવી ખુબ જ આનંદદાયક હોય છે પણ પોતાની સેફ્ટીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમે એકલા ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કેટલીક સરળ ટિપ્સ અપનાવી પોતાની ટ્રિપને સેફ અને મજેદાર બનાવી શકે છે.
પહેલાથી રિસર્ચ કરો: કોઈ પણ નવી જગ્યાએ નવાના પહેલા જગ્યા વિશે સરખી રીતે જાણકારી ભેગી કરો. ત્યાના વિશે સરખી રીતે રિસર્ચ કરીને જાઓ.
તમારા દોસ્તો અને પરિવારને કહો: તમારા મિત્રો અને પરિવારને તમારી મુસાફરીની યોજનાઓ વિશે જણાવવાનું નિશ્ચિત કરો. તેમને તમારું હોટલનું સરનામું, ફ્લાઇટની વિગતો અને મુસાફરીનો કાર્યક્રમ આપો. આની મદદથી તેઓ તમારું લોકેશન જાણી શકશે અને જરૂર પડ્યે તમારી મદદ કરી શકશે.
સેફ જગ્યા પસંદ કરો: જ્યારે એકલા ટ્રાવેલ કરી રહ્યા હોવ ત્યારે સારી અને સુરક્ષિત હોટેલ અથવા હોસ્ટેલ પસંદ કરો. ઓનલાઈન રિવ્યુ અને રેટિંગ જોયા પછી જ બુકિંગ કરો. તમારા રૂમનો દરવાજો હંમેશા લોક રાખો.
લોકલ લોકો સાથે દોસ્તી કરો: નવી જગ્યાએ લોકલ લોકો સાથે મિત્રો બનાવવાનો પ્રયાસ કરો. તે તમને સરખી જાણકારી અને સુરક્ષિત જગ્યાઓ વિશે જણાવશે. પણ ધ્યાન રાખો કે કોઈ અજાણી વ્યક્તિ પર તરત વિશ્વાસ ના કરો.
તમારી પર્સનલ ઈંફોર્મેશન શેર ના કરો: તમારી પર્સનલ ઈંફોર્મેશન જેવી કે પાસપોર્ટ, ટ્રાવેસ ડિટેલ્સ, અને બેન્ક ડિટેલ્સને સ્ફ રોખો. તેને કોઈના સાથે શેર ના કરો, ખાસ કરીને ઓનલાઈન.