Site icon Revoi.in

જો તમે ફરવાના શોખીન છો તો તમારા કપડા શોખ પ્રમાણે નહી પરંતું પ્રવાસ પ્રમાણે કરો પસંદ, પ્રવાસ બનશે આરામદાયક

Social Share

આજના સમયમાં દરેક લોકો ફરવાના શોખીન થયા છે, એક બે દિવસના વિકેન્ડની રજાઓ આવતા પણ લોકો ળફરવા નીકળે છે, જો કે મુસાફરી કરતી વખતે સૌથી મહત્વની વસ્તુ કપડાં છે. દરેક લોકોએ યાત્રામાં આરામદાયક કપડાં પસંદ કરવા જોઈએ . પરંતુ જ્યારે મહિલાઓની વાત કરીએ  તો તેઓ આરામની સાથે સ્ટાઇલિશ દેખાવા માંગે છે. જેથી તે યાદગાર તરીકે લીધેલા દરેક ફોટામાં તેઓ આકર્ષક લાગે. તો ચાલો જાણીએ કે મહિલાઓ કયા કપડાં પહેરવા જોઈએ જે આરામ દાયક તો હોય જ સાથે તેમની સ્ટાઈલને ફીકી ન પાડી શકે.

ઓવરસાઈઝ ટિશર્ટઃ –મુસાફરી દરમિયાન આરામ માટે તમે મોટી સાઇઝની ટી-શર્ટ પસંદ કરી શકો છો. આ ખૂબ આરામદાયક હશે. સાથે જ લૂઝ ફિટિંગ જીન્સ સાથે આ લુક ખૂબ જ સ્ટાઇલિશ લાગશે. કોઈપણ રીતે, મુસાફરી દરમિયાન મોટા કદના કપડાં વધુ સારા હોય છે.તેને પહેરીને તમે આખો દિવસ આરામથી રહી શકો છો.

જીન્સ – આમ તો આરામ દાયક ક્લોથવેરમાં સૌ પ્રથમ ટ્રેક પેન્ટ અને લોએર બેસ્ટ આપ્શન હોય છે. પરંતુ જ્યારે ફેશનની વાત આવે છે તો જીન્સ બેસ્ટ ઓપ્શન છે. પરંતુ મુસાફરી દરમિયાન ચુસ્ત ફિટિંગ જીન્સ પહેરવું મુશ્કેલ છે. તેથી લૂઝ ફિટિંગ જીન્સ પસંદ કરો જે આજકાલ ટ્રેન્ડિંગ છે અથવા તો રબર વાળી જેગિંઝ જીન્સના કલરમાં કેરી કરી શકાય. જેમાં મોમ જીન્સ બેસ્ટ ઓપ્શન છે.અથવાતો જીન્સના પ્લાઝો પણ કેરી કરી શકાય છે.

જંપશૂટ – આજકાલ જમ્પસૂટનો ટ્રેન્ડ ઘણો છે. તમે તેને મુસાફરી દરમિયાન પહેરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે લાંબી મુસાફરી દરમિયાન તેને ન પહેરો. જે વોશરૂમમાં સમસ્યાનું કારણ બની શકે છે. ફરવા જવાનું હોય તેવા સ્થાન પર પહોંચ્યા પછી જમ્પસૂટ પહેરી શકાય છે. તે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક આપશે

 જો આપણે ફૂટવેર વિશે વાત કરતી વખતે, મુસાફરી દરમિયાન હંમેશા તમારા લિસ્ટમાં શૂઝનો સમાવેશ કરો જે પહેરવામાં આરામદાયક હશે અને તમામ પ્રકારના રસ્તાઓ પર ફિટ થશે. જૂતામાં સંતુલન ખૂબ જ સારી રીતે જાળવવામાં આવે છે. બીજી બાજુ, સેન્ડલ તમારા પગમાં દુખાવો કરી શકે છે. કારણ કે લાંબા રસ્તા પર ચાલવા માટે સેન્ડલ ઓછા ફિટ છે.