Site icon Revoi.in

હેદરાબાદની મુલાકાત લેવા જઈ રહ્યા હોય તો રાજ્યના આ શહેરોની પણ લેજો મુલાકાત,જેની ખાસિયત છે પોતાની સંસ્કૃતિ

Social Share

આપણા દેશભરમાં એટલા રાજ્યો એવા છે કે જ્યા તમે ફરવા જઈ શકો છો, જે લોકો વિદેશ ફરવા જાય છે તેમણે સૌ પહેલા તો ભારતના જ એવા કેટલાક રાજ્ય ફરવાની જરુર છે જેમાં એત તેલંગણાનો પમ સમાવેશ થાય છે.ખાસ કરીને આ તેલંગાણા રાજ્યની સંસ્કૃતિથી લોકો આકર્સાષાય છે જેને લઈને પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે.

હેગરાબાદ એ લોકોની પહેલી પસંદ છે  જે  આકર્ષક શહેર ગણાય  છે. હૈદરાબાદ ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે. હૈદરાબાદ દરેક માટે મુલાકાત લેવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમે ચાર મિનાર, ફલકનુમા પેલેસ, ચૌમહલ્લા પેલેસ, આનંદ બુદ્ધ વિહાર, બિરલા મંદિર વગેરેની મજા માણી શકો છો.હવે તેલંગણા જાઓ ત્યારે હેદરાબાદ જવાનું ભૂલતા નહી,

સુંદર હુસેન સાગર લેકના કિનારે પાર્ટનર સાથે સમય વિતાવવો એક સારો ઓપ્શન છે. આ સુંદર તળાવના કિનારે તમે તમારા પાર્ટનર સાથે ટહેલી શકો છો. ભુખ લાગે તો અહીં રહેલી રોડ સાઇડ ફુડની દુકાનો પર ખાઇ શકો છો. નેકલેસના શેપમાં બનેલા આ તળાવમાં તમે બોટિંગ પણ કરી શકો છો.

તેલંગાણાના પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. તે ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી પ્રવાસીઓને આકર્ષે છે. તમને મહબૂબનગરની આસપાસ ફરવા માટે ઘણા આકર્ષણો અને પ્રવાસન સ્થળો મળશે જ્યાં તમે ફરવા જઈ શકો છો. અહી મલ્લેલા થીર્થમ વોટરફોલ, શ્રી રંગનાયક સ્વામી મંદિર, મયુરી નર્સરી વગેરેની મુલાકાત લઈ શકો છો.

આદિલાબાદને તેલંગાણા રાજ્યના બીજા સૌથી મોટા શહેર તરીકે નામ આપવામાં આવ્યું છે. તેલંગાણા રાજ્યનો સૌથી ઊંચો ધોધ અહીં આવેલો છે. અહીં પ્રવાસીઓ કુંતલા વોટરફોલ, કવાલ વન્યજીવ અભયારણ્ય, મહાત્મા ગાંધી પાર્ક, કલા આશ્રમની મુલાકાત લઈ શકે છે.