પોતાના હકના રૂપિયા નથી મળી રહ્યા, તો હવે ચિંતા ન કરો અને જાણી લો આ વાત
વેપાર-ધંધામાં કેટલીક વાર એવુ જોવા મળે છે કે કોઈ વ્યક્તિને પોતાના હકના રૂપિયા મળતા નથી અને તે વ્યક્તિ હેરાન પરેશાન થઈને ફરતો હોય છે. પણ હવે જે લોકો કાયદકીય રીતે વેપાર ધંધો કરે છે અને તો પણ પોતાના રૂપિયા લેવામાં તકલીફ પડે છે તે લોકો ખાસ આ માહિતીને જાણી લે.
જો તમે ગ્રાહક (Customer)તરીકે છેતરાયેલા છો, તો આ સમાચાર તમારા માટે છે. કેમ કે છેતરાયેલ ગ્રાહકને લઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયથી હવે છેતરાયેલા ગ્રાહક પાંચ લાખ સુધીની વળતરની ફરિયાદ વિનામૂલ્યે કરી શકશે. એટલું જ નહીં પણ છેતરપિંડી કરનાર માટે દંડ અને સજાની પણ જોગવાઈ નક્કી કરાઈ છે.
ગ્રાહક જે જિલ્લામાં (district) નિવાસ કરતો હોય કે નોકરી કરતો હોય તો તેની ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં (Consumer Dispute Resolution Commission) દાખલ કરી શકવાનો નિર્ણય કરાયો છે.
ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકારે છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોને વળતર આપવાની કાર્ય પદ્ધતિમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહક જે જિલ્લામાં નિવાસ કરતો હોય કે નોકરી કરતો હોય તો તેની ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ કરી શકવાનો નિર્ણય કરાયો છે. તેમજ ગ્રાહકની ફરિયાદ પાંચ લાખ સુધીના દાવાની હોય તો તે વિનામૂલ્યે જિલ્લા ફોરમમાં ફરિયાદ કરી શકે છે.