Site icon Revoi.in

ફરવા જવાનું પ્લાન છે તો ટ્રીપમાં આ વસ્તુઓ પર ધ્યાન ન આપતા

Social Share

કેટલાક લોકો ફરવા જાય ત્યારે સૌથી વધારે જો કોઈ વસ્તુ પર ધ્યાન આપતા હોય તો તે છે કપડા, મોબાઈલ અને કેમેરા. આ વસ્તુઓને કારણે લોકો પ્રવાસનો આનંદ લેવાનું ભુલી જતા હોય છે અને દરેક પળને મોબાઈલ અથવા કેમેરામાં કેદ કરતા હોય છે.

તો જ્યારે પણ કોઈ સ્થળ પર ફરવા જાવ જેમ કે ક્યાય સુર્યાસ્તનો નજારો જોવા મળી રહ્યો હોય અથવા સૂર્યોદય જોવા મળી રહ્યો હોત ત્યારે કેમેરા કે મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળો અને તે પળને માણવાનો પ્રયાસ કરો. કોઈ પણ પળનો યાદગાર અને તેની સુંદરતાનો અનુભવ કરવો હોય તો તે પળને કેદ કરવા કરતા તેને માણવાનું પસંદ કરો.

ભારતમાં કેટલાક સ્થળો એવા છે જે સ્થળ પર ફર્યા પછી મનમાં અનેરો આનંદ હોય છે અને પોતાનામાં પણ જોરદાર બદલાવ જોવા મળતો હોય છે. આ ઉપરાંત જ્યારે ફરવા જાવ ત્યારે બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં જેમ કે કેટલાક લોકો બેગમાં નાસ્તો અને પેકેટ્સ પેક કરીને આવતા હોય છે અને તેના કારણે કેટલીક વાર બેગમાં રહેલા કપડા બગડવાની પણ સંભાવના રહેલી હોય છે.