Site icon Revoi.in

તમારા પાર્ટનર સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો જોઈલો સિક્કીમના આ ખૂબ સુંદર સ્થળો

Social Share

દરેક કપલ લગ્ન બાદ એક સુખદ હનિમુન ઈચ્છે છે,આવી સ્થિતિમાં દરેક બાબતોને ધ્યાનમાં લેતા હો. છે ખાસ પહેલી પસંદ તો સ્થળની આવે છે, કે ક્યા ફરવા જેવું, તો આજે વાત કરીશું સિક્કીમની ઘાટીઓ વિશે જે કપલ માટે ફરવા જવાનો બેસ્ટ ઓપ્શએન છે,અહી કુદરતી સૌંધર્ય પણ છે જે ખૂબ મનમોહક છે.સિક્કિમ એક સુંદર પર્યટન સ્થળ છે. જ્યાં મુલાકાત લેવા માટે ચા અને કોફીના વાવેતર સાથે કેટલીક સુંદર ઘાટીઓ પણ સ્થિતિ છે. જ્યાં તમે તમારા પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો. ગાઢ લીલાં વૃક્ષો, વહેતી નદીઓ, બરફથી ઢંકાયેલા પહાડો અને ઠંડા પવનો તમારી ખીણની સફરને યાદગાર બનાવી શકે છે. જો કે અહીં ઘણી ખીણો છે, પરંતુ અમે તમને કેટલીક પ્રખ્યાત ખીણોના નામ જણાવી રહ્યા છીએ.

થંગુ વેલી

ભારત-ચીન સરહદ પહેલા આ છેલ્લી વસ્તી છે. આ ગામથી આગળ ઊંચાઈ વાળા માર્ગે મુસાફરી કરવી સારો અનુભવ આપે છે થંગુ એક નાનું ગામ છે જ્યાં ઘણા લોકો ગુરુડોંગમાર તળાવ અથવા મુગુથાંગ જતા પહેલા રોકાય છે. સુંદર દૃશ્ય મેળવવા માટે ખીણમાંથી વહેતા તિસ્તાના પાણીની ખાસિયતો જોવા અહી પ્રવાસીઓ ચોક્કસ રોકાય છે

યુમ સૈમડોન્ગ વેલી

યુમ સેમડોન્ગ વેલી માર્ચથી મે મહિનામાં મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ ઘાટીમાંથી એક ગણાય  છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ ખીણ હિમાલયના પર્વતોથી ઘેરાયેલી છે. તમે આ ઘાટી પ્રદેશમાં બેથી ત્રણ કલાકમાં ફરી  શકો છો અને તમે તમારા પાર્ટનર કુદરતી સાનિધ્ય વચ્ચેના કેટલાક ફોટો ક્લિક કરીને એક મેમોરી બનાવી શકો છો

નાથાંગ વેલી

લીલાછમ પહાડો અને બરફની ચાદરોમાં લપેટાયેલા પહોડા જોવાના અદ્ભૂત નજારો તમને અહીં જોવા મળશે, આ સાથે જ અહીં શઆંતિની અનુભૂતિ થશે,પહાડોમાંથી વહેતી નદીઓ, વાદળો જાણે નીચે આવ્યાનો અહેસાસ તમારા જીવનસાથી સાથે જોવાની એક અલગ જ મજા છે. આ ખીણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ મહિનો એપ્રિલથી સપ્ટેમ્બર છે.

યુમથાંગ વેલી

સિક્કિમમાં ઘણી ખીણો છે અને તેમાંથી એક યુમથાંગ વેલી છે. જીવનસાથી સાથે આ સ્થળની મુલાકાત લેવાની મજા કંઈક અલગ છે,રોમેન્ટિક વાતાવરણ વચ્ચે કેટલીક યાદગાર પળો કેમેરામાં કેદ થઈ શકે છે. આ ઉંચાઈની ઘાટીઓ પર અનેક પ્રકારના ફૂલો ખીલતા જોવા મળે  છે, જેના કારણે કેટલાક લોકો તેને વેલી ઑફ ફ્લાવર્સ તરીકે પણ ઓળખે છે. જો તમે અહીં ફરવા જઈ રહ્યા છો, તો ઝીરો પોઈન્ટ પર જાઓ, યુમથાંગ ચુ પાસે સમય પસાર કરી શકો છો, આ ઘાટીની  મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી મધ્ય જૂન સુધીનો છે.