Site icon Revoi.in

દાર્જિલિંગ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યાઓની અવશ્ય મુલાકાત લેજો…

Social Share

જો તમે પરિવાર સાથે કે દોસ્તો સાથે દાર્જિલિંગ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમે દાર્જિલિંગમાં ઘણી જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો. જો તમે તમારા દોલ્તો સાથે દાર્જિલિંગ ફરવા જઈ રહ્યા છો તો તમને જણાવીએ કે ત્યા કંઈ જગ્યાઓ પર ફરી શકાય છે.

દાર્જિલિંગમાં ટોય ટ્રેનનો આનંદ ઉઠાવી શકો છો. હિમાલયન રેલ્વે પર ટોય ટ્રેનની સવારી કરી તમારું હ્રદય ખુશ થઈ જશે. દાર્જિલિંગની હેપ્પી વેલી એસ્ટેટ એક ચાનો બગીચો છે, જે તેની પ્રાકૃતિક સુંદરતા માટે ફેમશ છે. ટાઈગર હિલ દાર્જિલિંગમાં સૌથી ઉંચી જગ્યા છે. અહીં તમે માઉન્ટ એવરેસ્ટ, કંચનજંગા અને ઘણી હિમાલયના ઘણા શિખરોનો નજારો જોઈ શકો છો.

દાર્જિલિંગમાં એક ખુબ જ સુંદર જગ્યા છે. જેનુ નામ ઘૂમ રોક છે. ત્યાંથી બાલસાન ઘાટીનો નજારો જોવા લાયક છે. તેના સિવાય તમે દાર્જિલિંગમાં ભૂટિયા બસ્તી ગોમ્પા જઈ શકો છો. આ એક બોદ્ધ મઠ છે. જે 1740ના દાયકામાં બનાવેલ છે.