ઓગસ્ટ મહિનાનો આરંભ થઈ ચૂૂક્યો છે આ મહિનામાં ઘણી બધી રજાઓ આવે છે ,ખાસ કરીને રક્ષાબંઘન ,સાતમ આઠમ અને 15મી ઓગસ્ટની રજા આમ સળંગ 4 5 રજાઓ તમને મળી જાય છે જો તમે રજાઓમાં ફરવાન ોપ્લાનિંગ કરી રહ્યા છો તો જાણીલો આ સ્થળો વિશે કારણ કે આ સ્થળો એવા છે જે આ ઓગસ્ટ મહિનામાં ફરવા માટે બેસ્ટ છે અહીનું વાતાવરણ આ મહિનામાં ખરેખર ઠંડુ અને હરિયાલીથી ભરપુર જોલવા લાયક હોય છે.
માઉન્ટ આબૂ – આ સિઝનમાં તમે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની પણ મુલાકાત લઈ શકો છો. ઑગસ્ટમાં શનિ-રવિમાં અથવા તહેવારોની રજાઓમાં માઉન્ટ આબુની સફરની મજા માણી શકો છો. આ હિલ સ્ટેશનની સુંદરતા અને પ્રાકૃતિકતા તમને શઆંતિનો અનુભવ અને કુદરતી સાનિધ્યનો અનુભવ કરાવશે. ધુમ્મસ અને હરિયાળી વચ્ચે સમય પસાર કરવા ઉપરાંત, તમે જોધપુરના કિલ્લાઓ, મંદિરો અને સ્થાનિક ભોજનનો આનંદ પણ લઈ શકો છો.
મથુરા –ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી 19 ઓગસ્ટના રોજ છે, ત્યારબાદ તે શનિવાર અને રવિવારે આવશે. આ પ્રસંગે, તમે ત્રણ દિવસની રજામાં શ્રી કૃષ્ણની નગરી મથુરા વૃંદાવનની યાત્રા પર જઈ શકો છો. મથુરા-વૃંદાવન સિવાય ગોકુલ ધામ, ગોવર્ધન પર્વતની પણ મુલાકાત લઈ શકાય છે. તમે ઓછા બજેટમાં પરિવાર સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો. અહીં શ્રી કૃષ્ણના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લેવાની સાથે તમે સાંજે યમુના કાંઠાની આરતીમાં પણ હાજરી આપી શકશો.
ચેરાપૂંજી઼ – ઓગસ્ટ મહિનામાં તમે મેઘાલયના ચેરાપુંજી જઈ શકો છો. ચેરાપુંજીમાં આખું વર્ષ વરસાદ પડે છે. જો તમને ચોમાસું અને વરસાદ ગમે છે તો આ મહિનામાં ચેરાપુંજીની મુલાકાત લો. તમે ચેરાપુંજીમાં આકર્ષક મોનસૂન ટ્રેકિંગ કરી શકો છો. તમે આસામ અથવા દાર્જિલિંગની પ્રખ્યાત ચાનો સ્વાદ ચાખી શકો છો.અહીનું વાતાવરણ આ નહીનામાં સોળેકળાે ખીલી ઉઠે છે.