શિયાળામાં ફરવું એક બહુ મુશ્કેલ કામ છે. પરંતુ શિયાળામાં ફરવાની મજા જ કઈંક અલગ હોય છે. જે લોકો પ્રવાસનના શોખીન હોય છે તે હવામાન ઠંડુ પડવાની રાહ જોતા હોય છે. જાન્યુઆરીમાં ખૂબ જ ઠંડી હોય છે. આ રીતે, સૂર્યપ્રકાશના હળવા કિરણો અને ઠંડીમાં વાતાવરણમાં મુસાફરી કરવાનું બમણું થઈ જાય છે. તમે આ સ્થળોની મુલાકાત લઈને તમારી મુસાફરીનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો.
• બીર બિલિંન્ગ
બીર બિલિંન્ગની મુસાફરી એ લોકો માટે સૌથી સારી છે જેને પેરાગ્લાઈડિંગનો શોખ હોય છે. અહીં વિશ્વ પેરાગ્લાઈડિંગ ચેમ્પિયનશિપ પણ અહીં યોજાય છે. તે સિવાય તમે અહીં ટ્રેકિંગનો પણ આનંદ લઈ શકો છો. બીર બિલિંગમાં તમને તિબેટિયન સમુદાયના લોકોની પણ ઝલક જોવા મળશે.
• તાજ મહેલ
તાજ કોમ્પલેક્ષના ગરમ પત્થરો અને સળગતો તળકો તમારી મુસાફરી બગાડી શકે છે. જો કે, તમે શિયાળાની ઋતુમાં જાઓ તો તોજમહેલ જોવો શ્રેષ્ઠ રહેશે. તાજ જોયા સિવાય તમે આગરાનો કિલ્લો, મહતાબ બાગ, જામા મસ્જિદ, અને અકબરનો મકબરો પણ જોઈ શકો છો.
• ઋષિકેશ
તમે ઋષિકેશ જઈ શકો છો. તમે ઋષિકેશમાં ઘણા પ્રાચિન મંદિરો પણ જોઈ શકો છો. એડવેન્ચર પ્રિય લોકો માટે ઋષિકેશ શ્રેષ્ઠ સ્થાન બની શકે છે. અહીં તમે ગંગા નદી કિનારે વ્હાઈટવોટર રાફ્ટિંન્ગ, બંજી જંમ્પિંન્ગ, માઉન્ટેન બાઈકિંન્ગ અને ટ્રેકિંન્ગની કોશિશ પણ કરી તમારી મુસાફરીને અદભૂત બનાવી શકો છો.
• જિમ કોર્બેટ નેશનલ પાર્ક
તમે જિમ કોર્બેટ નેશનલ પાર્ક જઈ શકો છો. જ્યાં તમે રોયલ બેંગોલ ટાઈગરને ખૂબ નજીકથી જોઈ શકો છો. 520 કિમી વિસ્તારમાં ફેલાયેલા આ નેશનલ પાર્કમાં તમે જંગલ સફારી, કોર્બેટ વોટર ફોલ અને રિવર રાફ્ટિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો.