ચોમાસાની સિઝન આવી ગઈ છે. જો કે હજુ પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જો તમે આ સિઝનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહીં અમે તમને મોનસૂન સ્પેશિયલ ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તમે ચોમાસાની ઋતુમાં દાર્જિલિંગ જવાનો પ્લાન પણ બનાવી શકો છો. દાર્જિલિંગમાં ફરવાની સાથે તમે અહીં સુંદર પહાડોનો નજારો પણ જોઈ શકો છો.
મહારાષ્ટ્રનું લોનાવાલા લોકોના ફેવરિટ ડેસ્ટિનેશનમાં ગણવામાં આવે છે. સહ્યાદ્રી પર્વતમાળા પર સ્થિત લોનાવાલાની મુલાકાત લેવી કોઈ સાહસથી ઓછું નથી. ચોમાસામાં અહીંનો નજારો વધુ સુંદર લાગે છે.
ચોમાસાની ઋતુમાં આંદામાનની મુલાકાત લેવી એક ઉત્તમ અનુભવ બની રહેશે. અહીંનો બીચ વરસાદની મોસમમાં ખૂબ જ સુંદર લાગે છે. તમે ચોમાસાની ઋતુમાં આંદામાનની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.
તમે ઉત્તર પૂર્વ ભારતમાં શિલોંગ જવાની યોજના પણ બનાવી શકો છો. અહીં હળવા વરસાદમાં સુંદર પહાડો જોવાનો એક અલગ જ આનંદ છે. તમને લીલાછમ વાતાવરણમાંથી તમારી નજર ઉતારવાનું મન થશે નહીં.