સપનો કા શહેર………આ શબ્દ હિન્દી ફિલ્મોમાં અવાર નવાર સાંભળવા મળે છે અને સપનાનું શહેર શબ્દ આવે એટલે આંખો સામે મુંબઈના દર્શ્યો તરી આવે, મુંબઈ ફરવા માટેનું એક સુંદર સ્થળ છે એમ કહીએ તો ખોટૂ નથી કારણ કે અહી દરિયા કિનારાઓ, ચોપાટીઓ ,શોપિંગ્સ મોલ તો સ્ટાર્સના બંગલા પણ આવે છે, તો સાથે જ સાયન્સસિટી ,ખાણી પીણીની બજારો,બોલિવૂડ, મ્યુઝિયમ અને નેચર પાર્કથી લઈને ધાર્મિક સ્થળો સુધી, અને શોપિંગ માટે પણ મુંબઈ જાણીતું છએ જો તમે પણ મુંબઈ જવા માંગો છો તો પહેલા આ યાદી જોઈલો જેથી તમે ક્યા ક્યા ફરી શકો તેનો તમને આઈડિયા આવી જશે.
1ઃ ગેટવે ઓફ ઈન્ડિયા
અરબી સમુદ્ર પર એપોલો બંદર બીચ પર બનેલ આ ભવ્ય માળખું આપણને યાદ અપાવે છે કે આ શહેર પણ એક સમયે અંગ્રેજોના શાસનમાં હતું. 26-મીટર-ઊંચો બેસાલ્ટ ગેટવે રોમન આર્કિટેક્ચરની વિજયી કમાન સાથે પરંપરાગત હિન્દુ અને મુસ્લિમ ડિઝાઇનનો ઉપયોગ થયો છે. કિંગ જ્યોર્જ પંચમ અને રાણી મેરીએ 1911માં બ્રિટિશ ભારતની મુલાકાત લીધી હતી અને તે તેમના સ્વાગત માટે બનાવવામાં આવ્યું હતું.
2ઃ ચૌપાટી અને જુહુ બીચ
મુંબઈ શહેર દરિયા કિનારે વસેલું છે. જોવાલાયક સ્થળોની દ્રષ્ટિએ, મુંબઈના દરિયાકિનારા શ્રેષ્ઠ પર્યટન સ્થળો છે. રેતીના વિશાળ પટ, અરબી સમુદ્રના પાણી, સમુદ્ર અને આકાશનું મિલન અને સાંજે સૂર્યાસ્તનો મંત્રમુગ્ધ કરનારો નજારો ખરેખર ખાસ છે ચૌપાટી અને જુહુ બીચ અવશ્ય મુલાકાત લેવાના સ્થળોની યાદીમાં ટોચ પર છે. મરીન ડ્રાઈવની નજીક આવેલો ‘ચૌપાટી’ (ગીરગાંવ) બીચ મુંબઈના સૌથી વ્યસ્ત બીચમાંનો એક છે આ સાથએ જ ગોરાઈ બીચ, વર્સોવા બીચ, માર્વે મઘ અને અક્સા બીચની મુલાકાત લઈ શકે છે.
3ઃ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન
સંજય ગાંધી નેશનલ પાર્ક બોરીવલીમાં આવેલું છે જેને આ શહેરની સ્વચ્છ હવાનું કેન્દ્ર કહેવામાં આવે છે. વિશ્વનું આ એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે જે શહેરની અંદર છે. તે મુંબઈમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. આ નેશનલ પાર્ક કુલ 103 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેની દેખરેખ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય કરે છે. જંગલમાં પ્રાણીઓ મુક્તપણે વિહાર કરે છે,
4: સિદ્ધિવિનાયક મંદિર અને મુમ્બા દેવી મંદિર
વિનાયક તરીકે પ્રખ્યાત ભગવાન ગણેશનું આ મંદિર મનોકામના પૂર્ણ કરતું મંદિર માનવામાં આવે છે, અને આ રીતે વિશ્વભરમાંથી ભક્તો ભગવાન ગણેશને વંદન કરવા અહીં આવે છે. મુમ્બા દેવી મંદિર મુંબઈનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે અને મુંબઈનું નામ આ મંદિર પરથી પડ્યું છે. આ મંદિર પ્રદેશની પ્રમુખ દેવી ભગવતી મુમ્બાદેવીને સમર્પિત છે. આ મંદિર સૌપ્રથમ 1675 માં બોરી બંદર ખાતે બાંધવામાં આવ્યું હતું, પરંતુ 1737 માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું,
5: હાજી અલી
સમુદ્રથી ઘેરાયેલી હાજી અલી દરગાહ પણ મુંબઈની એક પ્રખ્યાત દરગાહ છે, જ્યાં તમામ ધર્મના લોકો મુલાકાત લેવા આવે છે. આ મસ્જિદ 19મી સદીમાં બનાવવામાં આવી હતી અને તેમાં 15મી સદીના સૂફી સંત પીર હાજી અલી શાહ બુખારીની કબર છે. હાજી અલી દરગાહ તેના ઉત્તમ સ્થાન, સુંદર સ્થાપત્ય અને તેના ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે, જે દરિયાકિનારાથી લગભગ 500 મીટર દૂર એક નાના ટાપુ પર બનેલી છે. ભરતી દરમિયાન મસ્જિદ તરફ જતો રસ્તો પાણીની નીચે જતો રહે છે, જેના કારણે તે દરમિયાન પહોંચવું લગભગ અશક્ય બની જાય છે. તેથી, પ્રવાસીઓ આ પ્રસિદ્ધ દરગાહ સુધી નીચી ભરતી વખતે જ પહોંચી શકે છે.