Site icon Revoi.in

પ્રેમનો મહિનો મનાતા વસંત માસમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છો… તો આ સ્થળ ઉપર જવાનું વિચારી શકો છો

Social Share

હવે હિન્દુ કેલેન્ડર અનુસાર વસંતના મહિનાનું આગમન થશે. આ મહિનાને પ્રેમના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજી મહિના ફેબ્રુઆરીની 14મી ડિસેમબરના રોજ વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમના આ મહિનામાં તમે તમારા પાર્ટનર સાથે વીકએન્ડની રજાઓ પર બહાર જવા માંગો છો અને રોમેન્ટિક સ્થળની શોધમાં છો, તો ભારતની આ પાંચ જગ્યાએ એટલી સંદર છે જે તમને રોમાન્ચીત કરી નાખશે.

ઉદયપુરને “સરોવરોના શહેર” તરીકે ઓળખવામાં આવે છે અને તે તેના ભવ્ય મહેલો માટે જાણીતું છે. ઉદયપુર તેના સુંદર તળાવો, ભવ્ય હોટલ અને શાંત વાતાવરણ સાથે રોમેન્ટિક સ્પેશ આપે છે. પિચોલા તળાવ પર બોટ રાઈડનો આનંદ માણો અથવા સુંદર સિટી પેલેસની મુલાકાત લો.

ગોવાના આકર્ષક દરિયાકિનારા, રાત્રિ જીવન અને સુંદર સૂર્યાસ્ત તેને ફેબ્રુઆરીમાં રોમેન્ટિક રજાઓ માટે એક આદર્શ સ્થળ બનાવે છે. બીચ પર ફરવાની મજા લો, વોટર સ્પોર્ટ્સમાં વ્યસ્ત રહો અને તમારા પાર્ટનર સાથે નાઈટ લાઈફનો આનંદ લો.

હિમાલયમાં આવેલા મનાલીમાં આકર્ષક દૃશ્યો, બરફથી ઢંકાયેલા પર્વતો અને શાંત ખીણો છે. અહીં ફેબ્રુઆરીમાં પણ હિમવર્ષા થાય છે, જે તેને આરામદાયક અને રોમેન્ટિક કપલ સ્પોટ બનાવે છે. અહીં સોલાંગ વેલી, હડિંબા મંદિરની મુલાકાત લો અને રોહતાંગ પાસની સુંદરતાનો આનંદ લો.

એકાંત અને અદભૂત દરિયાકિનારા શોધી રહેલા યુગલો માટે, આંદામાન અને નિકોબાર ટાપુઓ સફેદ રેતીના દરિયાકિનારા, સ્ફટિક-સ્પષ્ટ પાણી અને દરિયાઈ જીવનને અન્વેષણ કરવાની તક આપે છે. અહીં રોમેન્ટિક બીચ વોક, સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઇવિંગનો આનંદ માણો.

આગરામાં બનેલો તાજમહેલ પ્રેમ અને રોમાંસનો પર્યાય છે. ફેબ્રુઆરી મહિનામાં તમારા પાર્ટનર સાથે તાજમહેલની મુલાકાત લેવી, ખાસ કરીને વેલેન્ટાઈન ડે પર, એક જાદુઈ અનુભવ હોઈ શકે છે.