- ઓનલાઈન શોપિંગ પડી ગયું મોંઘુ
- છેતરપિંડીનો બન્યા શિકાર
- લાખો રૂપિયા એકાઉન્ટમાંથી ગાયબ
અમદાવાદ:ઓનલાઈન શોપિંગનો જમાનો છે લોકો ઓનલાઈન અનેક વસ્તુઓ ખરીદી પણ રહ્યા છે પણ ઓનલાઈન ખરીદવાની હવે લોકોને એવી આદત પડી ગઈ છે કે બહાર જવું ગમતું નથી અને ઓનલાઈન જ બધુ ઓર્ડર કરી રહ્યા છે. આ પ્રકારની લોકોને આદત પડી જવાના કારણે છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એક મહિલા સાથે એવી ઘટના બની કે તેમના લાખો રૂપિયા એકાઉન્ટમાંથી સાફ થઈ ગયા.
વાત એવી છે કે શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતી એક યુવતિ પાસેથી ઝીશાનઅલી અન્સારી નામના આરોપીએ રૂપિયા 40 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પરથી 50 ટકા કિંમતે અલગ અલગ ચીજ વસ્તુ લઇ આપવાની ખાતરી આપી આરોપીએ યુવતિ પાસેથી 40 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેને લઈને આરોપી વિરુદ્ધ યુવતિએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે કોઈ પણ વ્યક્તિએ ઓનલાઈન વસ્તુ મંગાવતા સમયે કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કરવો જોઈએ નહી. આ પ્રકારનો સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધતો જાય છે અને લોકો તેના શિકાર બનતા હોય છે.
કુબેરનગરમાં રહેતી 22 વર્ષીય યુવતિ એક ખાનગી કંપનીમાં સિનિયર પ્રોસેસ ટ્રેનર તરીકે નોકરી કરે છે. 2020માં નોકરી દરમિયાન તેની ઓળખાણ એ યુવક સાથે થઇ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા પણ થઇ હતી.