શું તમે સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, તો કરો ઘરેલું ઉપચાર,ચોક્કસ મળશે રાહત
- સાંઘાના દુખાવામાં ગરમ કોટનના કપડાનો શેક કરવો
- દરોજ પલાળેલી મેથીનું ,સેવન કરવું
- સૂંઠ અને ગોળનું પાણી દરોરજ સવારે પીવું
શિયાળાની મોસમ ચાલુ હોવાથી આપણાને હાથ પગના સાંઘા દુખવાની ફરીયાદ રહેતી હોય છે, શરીર પણ દુખતુ હોય છે,એમા પણ જે લોકોને ઓફીસનું કામ કરવાનું હોય અને બેસ્યા રેહવાનું હોય તેમને ખાસ પગનો દુખાવો થાય છે ,બીજી તરફ જે લોકોના શરીરમાં વા ની સમસ્યા હોય છે તેમને પણ સાંઘાના દુખાવાની ફરીયાદ રહે છે,આવી સ્થિતિમાં તમે ઘરે રહીને કેટલીક સારવાર કરી શકો છો, જે સરળ પણ છે અને તમે ઘરેથી જ કરી પણ શકો છો,
જો તમને સાંઘાના દુખાવાી ફરીયાદ રહેતી હોય તો નીચે જણાવેલા ઉપાયોને અનુસરસો તો ચોક્કસ તમને રાહત મળશે.
- સાંધામાં દુ:ખાવો અને સોજો આવવાની સમસ્યા આજે દરેક લોકોને થતી હોય છે. જો ચોક્કસ પ્રમાણમાં ન્યુટ્રીએન્સ લેવામાં આવે તો સાંધાના દુ:ખાવાને વધતો રોકી શકાય છે.
- દરરોજ સવારે એક નાની ચમચી તજનો પાવડર ગરમ પાણી સાથે પીવાથી પણ સાંધાના દુખાવા માંથી છુટકારો મળી જશે.
- મીઠું ગરમ કરી તને કોટનના કપડામાં બાંઘીને તેનો શેક કરવાથી દુખાવામાં રાહત થાય છે,
- ગરમ પાણીને રબરની બેગમાં ભરીને આ બેગથી શેક કરવાથી પણ દુખાવામાં રાહત થાય છે.
- રાઈના તેલ સાથે ડુંગળી નો રસ મિક્સ કરીને માલિશ કરવાથી પણ સાંધાના દુઃખાવામાંથી રાહત મળે છે.
- તાંબાના વાસણમાં રાખેલું પાણી સવારે નરણા કોઠે પીવાથી પણ સાંધાના દુખાવામાં ફાયદો થશે.
- સંધિવામાં આવેલા સોજા પર અજમાનું તેલ લગાવવાથી રાહત મળે છે, લવિંગનું તેલ ઘસવાથી પણ સંધિવા નો દુખાવો દૂર થાય છે.
- પાણીમાં સૂંઠ ને ઉકાળી તેમાં એક ચમચી દિવેલ મિક્સ કરી ને પીવાથી સાંધાના દુઃખાવામાંથી રાહત મળશે.
- ઓલિવ ઓઈલ વડે સાંધા પર મસાજ કરવાથી દુખાવામાં રાહત મળશે
- આદુના રસમાં મીઠું મિક્સ કરી ને દુખાવો થતો હોય તે જગ્યા પર માલિશ કરવાથી રાહત મળશે.
- સૂંઠનો ઉકાળો બનાવીને પીવાથી પણ સાંધાના દુઃખાવામાંથી રાહત મળે છે.
- દરરોજ દરિયાના પાણીમાં સ્નાન કરવાથી સંધિવાનો દર્દીને રાહત મળે છે.
- તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી ને તેને ગરમ કરીને ત્યારબાદ તેના વડે માલિશ કરવાથી પણ કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીર જકડાઈ જવું, લકવો વગેરેમાં રાહત મળશે.
- લીમડાના તેલથી મસાજ કરવાથી પણ સાંધાના દુ:ખાવામાં રાહત મળશે.
- દરરોજ એક ગોળી ખાઈને તેના પર એરંડાના મૂળનો ઉકાળો પી જવો. તેનાથી પક્ષઘાત, ઉરુસ્તંભ, કટી શૂળ, પડખામાં શૂળ, પેટમાં કૃમિ, વાયુ તેમજ બધા અંગોના વા દૂર થાય છે.
tags:
heath