Site icon Revoi.in

ઓયલી સ્કિનથી પરેશાન છો, તો મેથીના બનેલા આ ફેસ પેક અપાવશે સમસ્યામાંથી રાહત

Social Share

દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ-અલગ હોય છે.કેટલાકની ત્વચા ડ્રાય હોય છે, કેટલાકની ઓયલી ત્વચા હોય છે અને કેટલાકની ત્વચા ખરબચડી હોય છે. ઓયલી ત્વચાવાળા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાંથી પિમ્પલ્સ, ખીલ જેવી સમસ્યાઓ સામાન્ય છે. ઓયલી સમસ્યાથી રાહત મેળવવા માટે મહિલાઓ અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ તેમ છતાં તેઓ આ સમસ્યાથી છુટકારો મેળવી શકતી નથી.આ સ્થિતિમાં, તમે મેથીના દાણાથી ઓયલી ત્વચાની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે,તમે તમારા ચહેરા પર મેથીના દાણાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

ગુલાબજળ ઉમેરો

તમે ગુલાબજળમાં મેથીના દાણા નાખીને ત્વચા પર લગાવી શકો છો.તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને મોઈશ્ચરાઈઝિંગ ગુણ હોય છે જે ઘાને મટાડવામાં મદદ કરે છે.

કેવી રીતે કરવો ઉપયોગ ?

સૌપ્રથમ મેથીના દાણાને ઓછામાં ઓછા 5-6 કલાક માટે પાણીમાં પલાળી રાખો.આ પછી, તેને પીસીને પેસ્ટ તૈયાર કરો.
પેસ્ટમાં જરૂર મુજબ ગુલાબજળ ઉમેરો.
બંને વસ્તુઓને મિક્સ કરીને ત્વચા પર લગાવો.
15 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.
તમે અઠવાડિયામાં 2-3 વખત ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરા જેલ મિક્સ કરો

તમે એલોવેરા જેલમાં લીંબુનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો.આ બે વસ્તુઓનો ફેસ પેક ઓયલી ત્વચાવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

કેવી રીતે કરવો ઉપયોગ ?

સૌ પ્રથમ મેથીના દાણા પલાળી લો.
થોડા સમય પછી દાણામાંથી પાણી કાઢીને તેની પેસ્ટ તૈયાર કરો.
પેસ્ટમાં એલોવેરા જેલ અને ગુલાબજળ ઉમેરો.
ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને ત્વચા પર લગાવો.
10-15 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.