Site icon Revoi.in

જો તમે પણ કાયમ સ્વિમિંગ કરો છો, તો તમારે આટલી બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, નહી થાય ખરાબ વાળ અને સ્કીન

Social Share

સામાન્ય રીતે આજકાલ સ્વિમિંગ કરવાનો ઘણા લોકોને શઓખ હોય છે કેટલાક લોકો સાવર કેપ પહેરે છે તો કેટલાક લોકો નથી પહેરતા પરંતુ ક્લોરિન વાળા પાણીને કારણે પુરુષ હોય કે સ્ત્રી હોય દરેકના વાળમાં સમસ્યા થઈ શકે છે,જો રેગ્યુલર જે લોકો સ્વિમિંગ કરે છે તેમણ ેતો ખાસ પોતાના વાળની કાળજી રાખવી જ જોઈએ નહી તો વાળ ખરવાથી લઈને તૂટવાની સમસ્યા જલ્દીથી થઈ શકે છએ,તો ચાલો જાણીએ સ્વિમિંગ કરતા લોકોએ કઈ રીતે વાળની કાળજી રાખવી જોઈએ,આ સાથે જ ત્વચા એટલે કે ચામડીને પણ સ્વિમિંગ પુલનું પાણી નુકશાન કરે છે તો તેની કાળજી પણ જરુરી બને છે.

 સ્વિમિંગ કરતા પહેલા શાવર લો

 જ્યારે પણ તમે સ્વિમિંગ કરવા જાઓ ત્યારે પહેલા વાળ અને શરીરને પાણીથી સારી રીતે ભીના કરી દો અને શરીરને  સ્નાન કરાવી લો. આમ કરવાથી ત્વચા હાઇડ્રેટેડ રહેશે અને ક્લોરિન પાણીને શોષશે નહીં.ક્લોરિનના કારણે ત્વચા અને વાળને ઓછુ નુકશાન થશે

 વોટર પ્રુફ સનસ્ક્રિનનો યૂઝ

 ક્લોરિન વાળા પાણીને કારણે તમારી સ્કિન ડેમેજ થાય છે થોડા દિવસો બાદ તો સ્કિન ઉખડવા લાગે છએ જેથી જ્યારે પણ તમે સ્વિમિંગ કરવા જાઓ ત્યારે 15 મિનિટ પહેલાં તમારા શરીર અને ત્વચા પર વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવો. આમ કરવાથી સનસ્ક્રીન પાણીમાં લાંબા સમય સુધી ટકી રહેશે અને યુવી કિરણોથી પણ બચાવશે. 

 સ્વિમિંગ બાદ ગરમ પાણીથી ન્હાઈલો

 જ્યારે પણ તમે સ્વિમિંગ કરીને પુલની બહાર આવો ત્યારે પહેલું કામ સાદા હુફાળા પાણઈએ નહ્વાનું કરો, હુંફાળા પાણીથી સારી રીતે સ્નાન  કરવાથી ત્વચા અને વાળમાં ક્લોરિન જે ભેગુ થયું હોય છે તે દૂર થાય છે પરિણામે સ્કિન અને વાળ ડેમેજ થતા બચે છે.

 ન્હાયા બાદ મોશ્ચોરાઈઝર લાગવો

સ્વિમિંગ પુલમાંથી બહાર આવીને જ્યારે હુંફાળા પાણીથી ન્હાય લો ત્યાર બાદ આખા બોડી પર મોઈશ્ચરાઈઝર લગાવો. જેથી ત્વચા શુષ્ક ન થાય અને સારી રીતે પોષણ મળે આ રીતે તમારી સ્કિન સારી રહેશે