નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો શોરૂમમાં સેલ્સમેનને આટલું તો અવશ્ય પૂછજો
પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવને કારણે મોટાભાગના લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. અલબત્ત, ભારતમાં ઓછા ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે, પરંતુ તેમ છતાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. તેની પાછળનું કારણ પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવ અથવા તો ઇલેક્ટ્રિક વાહનોની સારી ડ્રાઇવિંગ રેન્જ પણ હોઈ શકે છે.
જો તમે પણ નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે ઇલેક્ટ્રીક વ્હિકલ ખરીદતા પહેલા કેટલીક બાબતો વિશે અવશ્ય જાણી લેવું જાઇએ
શોરૂમમાં જઈને તમારે અમુક પ્રશ્નો ચોક્કસ પૂછવા જોઈએ. જો તમે સ્કૂટર ખરીદતા પહેલા આ મહત્વપૂર્ણ પ્રશ્નો નહીં પુછો તો બની શકે કે તમારે પાછળથી પસ્તાવું પડે.
સેફ્ટી ફીચર્સ
ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા તમારે શોરૂમમાં પુછવુ જોઈએ કે સ્કૂટરમાં કયા સેફ્ટી ફીચર્સ છે? અત્યાર સુધી ઘણા એવા કિસ્સાઓ સાંભળવા અને જોવા મળ્યા છે કે બેટરીમાં આગ લાગવાને કારણે સ્કૂટર બળીને રાખ થઈ ગયું હોય.
કેટલીક કંપનીઓ તેમના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આવી બેટરી લગાવી રહી છે જે ફાયર-રેઝિસ્ટન્ટ ફીચર સાથે આવે છે, જેના કારણે આગ લાગવાનું જોખમ નહિવત છે. આ સિવાય કેટલાક મોડલમાં એન્ટી થેફ્ટ સિસ્ટમ, ઓટો હોલ્ડ, ફોલસેફ અને ડિસ્ક બ્રેક જેવા સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવે છે.
ડ્રાઇવિંગ રેન્જ
જે રીતે પેટ્રોલ સ્કૂટર ખરીદતી વખતે માઈલેજ પૂછવામાં આવે છે, તેવી જ રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતી વખતે ડ્રાઇવિંગ રેન્જ વિશે પૂછવું ખૂબ જ જરૂરી છે. ડ્રાઇવિંગ રેન્જ એ માહિતી આપે છે કે તમે જે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માંગો છો તેની બેટરી ફુલ ચાર્જ થવા પર કેટલા કિલોમીટર ચાલી શકે છે?
કેટલી kWh બેટરી ?
બેટરી ક્ષમતા સંબંધિત પ્રશ્ન પણ પૂછો, તમે જે સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તેમાં કેટલી kWh બેટરી આપવામાં આવી છે? બેટરીની ક્ષમતા જેટલી ઓછી હશે તેટલી સ્કૂટરની રેન્જ ઓછી હશે, આવી સ્થિતિમાં વધુ ક્ષમતાવાળા બેટરી વિકલ્પ સાથે આવે તેવું સ્કૂટર ખરીદવાની સલાહ આપવામાં આવે છે જેથી કરીને તમે એક જ ચાર્જ પર લાંબું અંતર કાપી શકો.
ટોપ સ્પીડ
પેટ્રોલ વાહનોની સરખામણીએ ઇલેક્ટ્રિક વાહનોની ટોપ સ્પીડ થોડી ઓછી હોય છે. આવી સ્થિતિમાં, સ્કૂટર ખરીદતા પહેલા, ચોક્કસપણે આ પ્રશ્ન પૂછો કે સ્કૂટરની ટોપ સ્પીડ કેટલી છે?
આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડથી બેંક એકાઉન્ટમાં રૂપિયા કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
બેટરી વોરંટી
જેમ પેટ્રોલ-ડીઝલ વાહનોમાં એન્જિન વોરંટી હોય છે, તેવી જ રીતે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં પણ બેટરી વોરંટી મળે છે. શો રૂમવાળાને અવશ્ય પૂછો કે જે સ્કૂટર તમે લેવા જઇ રહ્યા છો તેની બેટરીની વોરંટી કેટલી છે.