Site icon Revoi.in

સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો,તો તે પહેલા જાણી લો આજનો ભાવ

Social Share

દિલ્હી:સોનું અને ચાંદી ખરીદવા જઈ રહેલા વ્યક્તિઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ તરફથી મળતી જાણકારી અનુસાર આજે એટલે કે 14 મેના રોજ દેશમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 61,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત (આજે સોનાની કિંમત) 56,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીનો ભાવ પણ 78090 થઈ ગયો છે.

દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો દર 61,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો દર 56,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં 24 કેરેટ સોનું 61,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 56,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ (99.9 ટકા) માનવામાં આવે છે. સોનાના સિક્કા અને બાર બનાવવા માટે 24 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. જ્યારે 22 કેરેટ સોનું જ્વેલરી બનાવવા માટે વધુ સારું માનવામાં આવે છે.

દરેક શહેરના સોના-ચાંદીના ભાવ જાણવા માટે આ લીંક પણ કિલક કરીને તમે જાણી શકો છો.

https://gujarati.goldsrate.com/

ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં સોનાને સુખનો સાથી અને દુ:ખનો ભાથી કહેવામાં આવે છે એટલે કે સંકટ સમયમાં સોનું તમારુ સાથી બની શકે છે અને સુખના સમયમાં એ તમારી શોભા બની શકે છે.