Site icon Revoi.in

એકની એક રોટલી ખાઈને કંટાળી ગયા હોવ તો હવે આ પ્રકારે પણ રોટલી બનાવી શકાય છે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Social Share

ગૃહિણી માટે જો સૌથી મોટી સમસ્યા હોય તો તે છે કે રોજ નવું તો શું જમવાનું બનાવે, ક્યારેક કંટાળો આવે તો મોટાભાગના ઘરોમાં ગૃહિણી સાદી અથવા વઘારેલી ખીચડી પણ બનાવતી હોય છે. પણ હવે એવું થશે નહી. એકની એક રોટલી બનાવીને કંટાળી ગયેલી સ્ત્રીઓ આ પ્રકારને પણ રોટલી બનાવી શકે છે.

સાદી ઘઉંની રોટલી તો બધા જમતા જ હોય છે પણ જો વાત કરવામાં આવે દુધીની તો શરીરને તંદુરસ્ત રાખવા અથવા વજન ઘટાડવા માટે બંને રીતે ઘઉં ખૂબ ઉપયોગી છે. પરંતુ ઈચ્છો તો દુધીને પીસીને લોટ બાંધી લો. આ રોટલી ઘરના સભ્યોને ખવડાવો. આ રોટલી ખુબ સૉફ્ટ હશે અને હેલ્ધી પણ હશે.

આ ઉપરાંત ઓટ્સ, રાગી, જવ, ચણા, જુવાર અને બદામને પીસીને લોટ બનાવો. તમે આ લોટને ભેળવીને મલ્ટીગ્રેન રોટલી બનાવી શકો છો. દૂધ સાથે લોટ બાંધવાથી સ્વાદ વધુ સારો બનશે. જો તમે ઈચ્છો તો આ લોટમાં થોડો ઘઉંનો લોટ પણ મિક્સ કરી શકો છો.

શિયાળા અને વરસાદની ઋતુમાં મકાઈની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે સારી છે. આ રોટલીમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને તે પ્રોટીન, સ્ટાર્ચથી ભરપૂર હોય છે. આ રોટલીમાં આયર્ન, ફોસ્ફરસ, જસત,પોટેશિયમ અને વિટામિન્સ અને ખનીજ હોય છે. તેથી, આ રોટલી તમારા સ્વાસ્થ્ય માટે સારી અને સ્વાદથી ભરપૂર છે.

જુવારના લોટની રોટલી ઘઉં કરતાં વધુ સરળતાથી પચી જાય છે. જો કોઈને પાચનની સમસ્યા હોય તો તેણે આ રોટલી ખાવી જોઈએ. આ સિવાય તેમાં રહેલા ખનીજ અને વિટામિન શરીરમાંથી ઝેર દૂર કરે છે. આ રોટલી બાજરીના રોટલાની જેમ બનાવવામાં આવે છે.