જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી જો ઘર કરે તો તે વ્યક્તિને અનેક પ્રકારની તકલીફો પડવાની શરૂઆત થઈ જાય છે. કેટલાક લોકોતો માનસિક રીતે પણ હેરાન પરેશાન થવા લાગે છે આવામાં જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તે લોકોએ આ ઉપાય અપનાવવા જોઈએ.
ખરાબ લાઇફ સ્ટાઇલ, વધારે વજન, કેટલીક બીમારીઓ તેમજ બીજા અનેક પ્રકારના સપ્લીમેન્ટ કિડની સ્ટોનનું કારણ બને છે. મેડિકલ ભાષામાં આને નેફ્રોલિથિયાસિસ તેમજ યુરોલિથિયાસિસ કહેવામાં આવે છે.
કેટલીક પ્રકારની દવાઓનું સેવન કરવાથી કિડની સ્ટોન થવાનો ખતરો વધારે રહે છે. તમને જણાવી દઇએ કે HIVની સારવારમાં જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે એમાં કિડની સ્ટોનનું જોખમ વઘારે રહે છે.
ઘણી વાર જૂની બીમારીને કારણે પણ કિડની સ્ટોન થવાનું જોખમ વધી જાય છે. સિસ્ટિક ફાઇબ્રોઇડ્સ, ઇન્ફ્લેમેન્ટરી બાઉલ ડિસીઝ અને ટ્યૂબલર એસિડોસિસ જેવી બીમારીઓમાં આનું જોખમ વધારે રહે છે.