- નખ પર લીબું ઘસવાનું રાખો
- જ્યારે કામ કરો ત્યારે ગ્લોઝ પહેરવાની આદત રાખો
દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તેમના નખ લાંબા થાય અને સુંદર દેખાય, જો કે ઘરકામ કરતી સ્ત્રીઓના નખ વધતાવની સાથે જ તૂટી જતા હોય છે ઘણા લોકોને નખ વધે છે પણ લોંગ સમય સુધી તે એવા જ રહેતા નથી નખ તરત તૂટી જાય છે આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સ ફોલો કરવાથી તમારા નખ લાંબા થશે તૂટશે પણ નહી.જો કે નખ તૂટચવાનું કારણે કેલ્શિયમનો અભાવ, પ્રોટીનનો અભાવ, આયર્નની ઉણપ પણ છે માટે જે ખોરાક ખાવો છો તે આ તમામથી ભરપુર હોય તેવો ખાવો જોઈએ
ખોરોકનું ધ્યાન રાખો
ખાસ કરીને જે લોકોના નખ તરત તૂટી જાય છે તેમણે પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે અંકુરિત અનાજ ખાઓ. આ સિવાય ઓટ, શક્કરીયા, દૂધ, દહીં, કાચું પનીર, ચીઝ, વગેરે લઈ શકાય છે.
આ સાથે જ શરીરમાં પાણીના અભાવને કારણે નખ પણ નબળા પડે છે. તેથી, દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો. આ સહીત લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.
જો તમે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માંગો છો, તો ડેરી ઉત્પાદનો લો કારણ કે મોટા ભાગનું કેલ્શિયમ તેમાંથી આવે છે. તેથી દૂધ, દહીં અને ચીઝનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરો. રોજ એક કેળું ખાઓ કારણ કે આયર્ન સિવાય તે કેલ્શિયમની ઉણપને પણ પૂરી કરે છે.
વિટામીન B12 સામાન્ય રીતે શાકાહારી ખોરાકમાં જોવા મળતું નથી. તેની ઉણપને દૂર કરવા માટે, તમે ડૉક્ટર દ્વારા નિર્દેશિત સપ્લિમેન્ટ્સ લઈ શકો છો. આ સિવાય ફ્લેક્સસીડ અને માછલી ખાઓ.
નખની માલિશ કરવાથી તેમને પોષણ પણ મળે છે અને નખ વધુ ચમકદાર અને મજબૂત બને છે. આ સ્થિતિમાં, તમે ઓલિવ તેલ, એરંડા તેલ અથવા બદામના તેલથી નખની માલિશ કરી શકો છો.