Site icon Revoi.in

વધતા વજનની સમસ્સયાથી પરેશાન છો તો લીલા શાકભાજીના જ્યૂસથી કરો તમારી સવારની શરુઆત ,થશે આટલા ફાયદાઓ

Social Share

આજકાલ મેદસ્વીતા સૌ કોઈનો પશ્ન બની ગયો છે આ સાથે જ ભાગદોડ વાળા જીવનમાં વજન ઉતારવો કોઈ ચેલેન્જથી ઓછુ નથી આવી સ્થિતિમાં કસરત સહીત ડાયટ પણ ખૂબ જ જરુરી બને છે ખાસ કરીને લીલા શાકભાજી અને તેના જ્યૂસ તમને વજન ઉતારવામાં ખૂબ જ મદદરુપ સાબિત થાય છે.

વધતુ વજન દરેક સમસ્યાઓ લઈને જ વધે છે જેમ કે સુગર, પ્રેશન થાઈરોડ વગેરે વગેરે….  વજન વધતુ અટકાવવામાં ન આવે તો હાર્ટ રીલેટેડ પ્રોબલેમ્સ પણ થઈ શકે છે, તો સાથે સાથે બ્લડ પ્રેશર, ડાયબિટીઝ જેવા રોગો થવાની શક્યતાઓ પણ રહેલી છે ત્યારે વજન ઉતારવા માટે ડાયટ સાથે લીલા શાકભાજી અને તેના જ્યૂસ અસરકારક સાબિત થાય છે.

પાલક,કીવી નું જ્યૂસ-કીવી અને પાલક બૉડીમાં ફાયબર અને એંટીઓક્સીડેંટ આપે છે જે વજન ઓછુ કરવામાં મદદ રુપ થાય છે તે ઉપરાંત વિટામીન તથા ધણા પોષક તત્વો તેમાં રહેલા હોય છે જે કેલેરીને ઘટાડે છે અને ફુલ પ્રમાણમાં અનર્જી પણ મળે છે.

લીલા ધાણા અને કાકડી- લીલા ધણા અને કાકડીમાં ઓછી કેલેરી હોય છે જે વજનને વધતું અટકાવે છે સાથે સાથે ડાયઝેસ્ટ સિસ્ટમને કંટ્રોલ પણ કરે છે , લીલીધાણા અને કાકડીનું જ્યૂસ પીવાથી વજન ઉતારવામાં સફળતા મળશે.

દુધી- દુધીનું જ્યૂસ પીવાથી પણ વજન ઉતરી શકે છે કારણે કે દુધીમાં પણ કેલેરી ઓછા પ્રમાણમાં હોય છે સાથે સાથે તે પેટને હલકુ રાખે છે જેના કારણે વજન વધવાની શક્યતા નહીવત છે.

કારેલા- કારેલામાં સુગર ઓછુ કરનાર પોષક તત્વો રહેલા છે જો રોજ સવારે ભૂખ્યા પેટે કારેલાના જ્યૂસનું સેવન કરવામાં આવે તો વજન ઉતરી શકે છે સાથે સાથે સુગર પમ કંટ્રોલમાં રહે છે