વાળમાં ખંજવાળ આવવાની સમસ્યાથી પરેશાન છો, તો હવે ચિંતા છોડો આપવાનો આ ઘરેલું નુસ્ખાઓ
- વાળની ખંજવાળ દૂર કરે છે એલોવેરા જેલ
- લીમડાના પાન પર ખંજવાળને દૂર કરવામાં ઉપયોગી
વાળમાં ખંજવાળ આવવી હવે મોટા ભાગના લોકોની સમસ્યા છે, બહારનું ગંદુ પ્રદુષણયૂક્ત વાતાવરણ અને અને ઘૂળના કારણે વાળ મેલા થાય છે પરિણામે ખંજવાળ આવે છે આ સાથે જ પસીનો થવાથી પ મવાળમાં ખૂબ ખંજવાળ આવતી હોય છે જો કે આવી સમસ્યામાં તમારે વાળની ખાસ કાળજી લેવી જોઈએ અને આ ઘરેલું નુસ્ખાઓ અપનાવવા જોઈએ
જાણો વાળમાં ખંજવાર આલે ત્યારે શું કરવું
બેકિંગ સોડાઃ- બેકિંગ સોડામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તે તમારી માથખાની ચામડીના પીએચ સ્તરને જાળવી રાખે છે. તે ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળમાં રાહત આપે છે. આ માટે એક બાઉલમાં પાણીમાં 2 થી 3 ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.
ઓલિવ ઓઈલઃ- ઓલિવ તેલ માથાની ચામડીની ખંજવાળમાં પણ રાહત આપે છે. થોડું ઓલિવ તેલ ગરમ કરો. આ તેલથી માથાની ચામડી અને વાળમાં માલિશ કરો. તેને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
મેથીનો પાવડર અને નારિયેળ તેલઃ– 2 ચમચી મેથીને મિક્સરમાં દળીલો હવે એક વાટકી નારિયેળ તેલને ગરમ કરો અને તેમાં મેથીનો પાવડર નાખીદો, 1 કલાક મેથી આ તેલમાં પલાળી રાખો ત્યાર બાદ તેલને ગરણીમાં ગાળી લો, હવે આ તેલને વાળની પાથીએ પાથીએ નાખીને માલિશ કરો મેથીના કારણે ખંજવાળ મટી જશે.લીમડાના પાન અને
આમળાનું તેલ – લીમડાના પાનને આમળાના તેલમાં 2 મિનિટ સુધી ગરમ કરીને આ તેલ વાળમાં લગાવાથી ખંજવાળ મટે છે