પહેલા લોકો માટીના વાસણમાં ખાવાનું બનાવતા હતા, તેની જગ્યા હવે નોન સ્ટિક વાસણોએ લઇ લીધી છે. પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ મુજબ નોન સ્ટિક વાસણો હેલ્થ માટે નુકશાનકારક છે. આ અંગે તેને ગાઇડલાઇન પણ જાહેર કરી છે.
નોન સ્ટિક વાસણોમાં ખાવાનું બનાવવું સુવિધાજનક ભલે હોય પરંતુ તે નુકશાનકારક પણ છે. નોન સ્ટિકમાં ઓછા તેલમાં ખાવાનું તૈયાર થઈ જાય છે. પરંતુ તેમાં કેમિકલનું કોટિંગ લગાવેલું હોવાથી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. તેના કારણે અનેક બીમારી પણ થઈ શકે છે. ICMRએ નોન સ્ટિક વાસણોને લઇ ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં નીચે મુજબ લોકોને ચેતવવામાં આવ્યા છે.
બહુ જ જુના નોન સ્ટિકને બદલો
જો તમારુ નોન સ્ટિક બહુ જુનું છે અને તેમાં ઘસારો આવ્યો છે, તેનું કોટિંગ નીકળી ગયુ છે તો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેવા વાસણને બદલી કાઢો.
માટીના વાસણો સૌથી શ્રેષ્ઠ
ICMRના રિપોર્ટ મુજબ ખાવાનું બનાવવા માટે સૌથી સુરક્ષિત વિકલ્પ માટીના વાસણો છે. તેમાં કોઇ કોઈ કેમિકલ ઉપયોગ નથી થતું. જેથી આ વાસણો માત્ર ખાવાનું બનાવવા માટે જ નહીં પણ તેને સ્ટોર કરવા માટેનો પણ બેસ્ટ ઓપ્શન છે. માટીના વાસણમાં ખાવાનો નેચરલ સ્વાદ પણ ટકી રહે છે.
તવામાં તેલ નાંખ્યા બાદ જ ગરમ કરો
ICMRની ગાઈડલાઈન મુજબ ગેસને ઓન કરી તવાને ખાલી રાખી ગરમ ન કરો. તવાને ગરમ કરતા પહેલા થોડું તેમાં તેલ નાખો.
તાપમાન માપનું રાખો
નોન સ્ટિક કુકવેરને વધારે ગરમ કરવાનું ટાળો. ગેસનું તાપમાન વધુ હશે તો તેના કારણે કોટિંગ તૂટી શકે છે અને તેમાંથી હાનીકારક ધુમાડો નીકળી શકે છે.