તમે પણ આહારમાં વધારે પડતી આ સામગ્રીનો કરી રહ્યા છે ઉપયોગ તો હવે ચેતી જજો, અનેક બીમારીઓ થઈ શકે છે
- ખાંડ,મેંદો અમે મીઠું વધુ માત્રામાં ન ખાલું
- માખણ તથાસ ડેરિ પ્રોડક્ટ પણ કરે છે નુકશાન
બ્લડ પોઈઝનિંગ એ એક ગંભીપર બીમારી છે જ્યારે બેક્ટેરિયા લોહીમાં હોય ત્યારે આવી બીમારી થાય છે. ઝેરનો અર્થ એ નથી કે લોહીમાં ઝેર છે. ખરેખરમાં તેને સામાન્ય ભાષામાં બ્લડ પોઈઝનીંગ કહેવાય છે. તબીબી ભાષામાં આ સમસ્યાને સેપ્ટિસેમિયા અથવા સેપ્સિસ કહેવામાં આવે છે.
માનવામાં આવે છે કે લોહીમાં ગંદકીનું સંચય ઝડપથી સેપ્સિસનું જોખમ વધારી શકે છે. લોહીના ઝેરને તાત્કાલિક સારવારની જરૂર છે. જોખમ વધે તે પહેલાં, તેના જોખમી પરિબળો અને લક્ષણોને સમજવું જરૂરી છે નહી તો સમય જતા તે ગંભીર સ્વલરુપ ઘારણ કરી લે છે.પેટમાં ઈન્ફેક્શન, જંતુ કરડવાથી, કોઈપણ ખુલ્લા ઘા, કિડની ઈન્ફેક્શન, યુટીઆઈ, ન્યુમોનિયા કે સ્કિન ઈન્ફેક્શન અને ખાવાની ખરાબ આદતોથી બ્લડ ઈન્ફેક્શન થઈ શકે છે. આ સિવાય કેટલીક એવી વસ્તુઓ છે જે રોજ ખાવામાં આવે છે, જે લોહીને ગંદુ બનાવી શકે છે,તો ચાલો જાણીએ એવા ખાદ્ય પ્રદાર્થ કે જેને સફેદ પોઈઝન કહી શકાય જેને રોજ ખાવાથી બચવું જોઈએ઼઼.
મીઠું
મીઠાનું વધુ પડતા સેવનથી માત્ર હાઈ બ્લડ પ્રેશર જ નહીં પરંતુ કિડની અને હૃદયની બીમારીઓ પણ વધી શકે છે. સોડિયમનું વધુ પડતું સેવન લોહી સંબંધિત રોગોનું જોખમ વધારી શકે છે. મીઠું શરીરમાં પાણી વધારવા માટે જાણીતું છે, જેનાથી રક્તવાહિનીઓ પર દબાણ આવે છે.
ખાંડ
ખાંડનું વધુ સેવન કરવાથી બ્લડ સુગરનું જોખમ વધી શકે છે. આ તમારા માટે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. તે શરીરના મહત્વપૂર્ણ અવયવોને લોહી પહોંચાડતી વાહિનીઓને નુકસાન પહોંચાડે છે, હૃદય રોગ અને સ્ટ્રોક, કિડની રોગ, દ્રષ્ટિની સમસ્યાઓ અને ચેતા સમસ્યાઓનું જોખમ વધારે છે.
મેંદો
સામાન્ય રીતે દરેક લોકો જાણતા જ હશે કે મેંદો ખૂબ જ હાનિ કારક છે તેને પચતા ઘણો સમય લાગે છે તે ચરબી ઉત્પન્ન કરે છે, આ સાથે જ લોટ અને તેના ઉત્પાદનોના વધુ પડતા વપરાશને કારણે બ્લડ સુગર ઝડપથી વધે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓને તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી લોહીમાં ગ્લુકોઝ વધે છે, જે રાસાયણિક પ્રતિક્રિયા તરફ દોરી જાય છે અને તેના કારણે લોહીના રોગોનું જોખમ વધી શકે છે.
માખણ
માખણમાં ચરબી અને સોડિયમ વધુ માત્રામાં સમાયેલું હોય છે. આ જ કારણ છે કે તેનાથી લોહી અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. તે LDL ‘ખરાબ’ કોલેસ્ટ્રોલ વધારવા માટે જાણીતું છે.તેથી રોજેરોજ તેનું સેવન ટાળવું જોઈે તે એક સફેદ પોઈઝન છે જે ઘીમી ઘીરે બ્લડને અસર કરે છે
ડેરી પ્રોડક્ટ
એક રિપોર્ટ અનુસાર, ડેરી ઉત્પાદનોમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તેનું સેવન હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. તે લોહીને પણ અસર કરી શકે છે.