- અમદાવાદમાં છે ખાણી-પીણી અને શોપિંગના ખાસ સ્થળો
- પ્રાચીન સ્મારકો અમદાવાદની છે શાન
- રિવરફ્રંટ અને રસ્તાઓ આજના અમદાવાદની કરાવે છે ઓળખ
- એક તરફ છેસ નવું અમદાવાદ તો બીજે છેડે છે જૂનુ અમદાવાદ
ગુજરાતની શાન એટલે અમદાવાદ, ગુજરાતમાં રહેતા દરેક લોકો ઈચ્છે છે કે તેઓ એક વખત તો અમદાવાદની મુલાકાત લે, અમદાવાદ એટલે જ્યાં ખાણી પીણી માટે અનેક જગ્યાઓ મળી રહે, તો શોપિંગના શોખીનો પણ પાછા ન જાય ,સામાન્ય માણસને પોસાય ત્યાથી લઈને વીવીઆઈપીઓને શોભે એવી દરેક વસ્તુઓ મળી રહે.જો તમે પણ અમદાવાદની મુલાકાત લઈ રહ્યો હોવ તો આટલી જગ્યાઓ તમારે જોવાની રહેશે .
જો શોપિંગની વાત કરવામાં આવે તો લાલ દરવાજા બેસ્ટ ઓપ્શન છે અહી તમને 50 રુપિયાથી શરુ થતી વસ્તુઓ તમારા બજેટમાં મળી રહે છે, ઘર વખરીથી લવઈને કપડા અને ફેશન જગતની અનેક વસ્તુઓ માટે લાલદરવાજા જાણીતું છે
આ સાથે જ અમદાવાદનું મુખ્ય કેન્દ્ર સિંધી માર્કેટ ટ્રેડિશનલ લુગડાં ખરીદવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. જો તમારી પાસે પૂરતાં કપજાં હોય તો, તમે અહી બેડશીટ અને અન્ય લાઇનર અથવા હેન્ડિક્રાફ્ટ અને ડ્રેસ મટિરિયલ પણ ખરીદી શકો છો એ પણ પોસાય તેવા વોલસેલ ભાવે.
અમદાવાદના જૂના માર્કેટમાના એક ધાલગરવાડ માર્કેટ પોતાના ટ્રેડિશનલ ફેબ્રિક્સ માટે વખણાય છે જ્યાં મોટેભાગે દુલ્હનો પોતાની લગ્નની ખરીદી કરવા માટે આવતી હય છે. ઉપરાંત આ માર્કેટમા તમને કાલમકારી, મંગલગીરી, જયપુરી પ્રિન્ટ્સના યૂનિક કલેક્શન મળી શકે છે. ફેમિલી શોપિગ માટે આ બેસ્ટ સ્થળ સિલ્ક પટોલા સાળી મળી આવે છે. ફેમિલી શોપિંગ માટે આ સ્થળ શ્રેષ્ઠ છે.
જો તમે ખાવા પીવાનો ખૂબ શોખીન છો તો અહી સામાન્ય રીતે રોડ પર અનેક સ્ટોલ જાણીતા છે જ પણ્મદાવાદની શાન એટલે માણેક ચોક કે જ્યાં તમે રાત્રીના 1 વાગ્યે પણ તમારા સ્વાદની મજામાણી શકો છો.બીજી તરફ સ્ટ્રીટ ફૂડની તો અહીં લાઈનો લાગી છે, આ સાથે જ અમદાવાદનું સિંધુ ભલવ રોડ નવો વિકાસ પામેલો વિસ્તાર છે જ્યાં અવનવા કાફે તો તાર્તે ભરાતું ખાણીપીણી માટેનું અર્બન ચોક જાણીતું છે,બીજી તરફ લો ગાર્ડન પાસે આવેલ ફૂડના સ્ટોલ પણ સ્વાદના રસિયાઓ માટે બેલસ્ટ ઓપ્શન છે.
જો તમે ફરવા માંગો છો, તો કાકરીયા, રિવરફ્રંટ,ગાંઘી આશ્રમ બેસ્ટ ઓપ્શન છે, કાકંરીયામાં અનેક મજા માણી શકો છો, ફૂજથી લઈને અનેક સુવિધાઓથી સજ્જ છે. તળાવમાનું એક કાંકરીયા લેક હૌઝ એ કુતુબ તરીકે પણ ઓળખાય છે જે રાજ પરિવારો માટે સ્નાન કરવા માટે બનાવવામા આવ્યું હતું. હવે કાંકરીયા લેકની વચ્ચે નગીના વાડી નામનું એક ગાર્ડન પણ આવેલું છે. તળાવમાં ચારેય ફરતે ફૂડ સ્ટોલ આવેલા છે. કપલ માટે આ બેસ્ટ રોમેન્ટીક સ્થળ છે. આ સ્થળ ફરવા માંગતા હોવ તો સાંજનો સમય સૌથી બેસ્ટ છે જ્યારે તમે હોડકીમાં બેસીને સૂર્યાસ્ત જોઇ શકો છો.
વિદ્યાર્થીઓને સાયન્સનું મહત્વ શીખવવા માટે અને વર્ષોમાં મનુષ્ય જીવન કેવી રીતે બદલાયું છે તે જણાવી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે 1960માં ગુજરાત સરકારે સાયન્સ સીટીની સ્થાપના કરી હતી. સાયન્સ સીટીમાં 3ડી થિયેટર, એનરજી પાર્ક, લાઇફ સાયન્સ પાર્ક, મ્યૂઝિકલ ફાઉન્ટેન અને ઘણું બધું આવેલું છે. સાયન્સ સીટીની મુલાકાત લેવાથી તમે આખો દિવસ આનંદ માણી શકશો
ખાસ કરીને અમદાવાદમાં સીદી સૈયદની જાળીઓ, જૂમ્મા મસ્જિદ અને સરખેજના રોજા ઐતિહાસિક પ્લેસમાં આવે છે જ્યાની દેશ વિદેશના લોકો મુલાકાત લે છે,