Site icon Revoi.in

જો તમે સીસીટીવી કેમેરા ખરીદો છો તો આ બાબાતોનું ધ્યાન રાખો

Social Share

માર્કેટમાં ઘણી બ્રાન્ડના સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે અને આ કેમેરામાં વિવિધ પ્રકારના ફીચર્સ પણ આવે છે. શું તમે પણ તમારા ધરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું વિચારી રહ્યાં છો. આજના યુગમાં સીસીટીવી કેમેરોનો ઉપયોગ ખુબ જ પ્રમાણમાં વઘી રહ્યો છે, સીસીટીવી કેમેરા ખાસ કરીને એવા લોકો માટે કે,જે લોકો ઘરથી દુર રહે છે અથવા તો સીસીટીવી વપરાશકારો દુરથી પણ પોતાના ઘરની દેખ-રેખ કરી શકે છે. બજારમાં ધણી નવી બ્રાન્ડના કેમેરા ઉપલબ્ધ છે અને આ કેમેરામાં વિવિધ પ્રકારના ફીચર્સ પણ હોય છે. શું તમે પણ તમારા ધરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું વિચારી રહ્યાં, તો ખરીદતા પહેલા આ 5 બાબતો ધ્યાનમાં લો.

કેમેરાનો પ્રકારઃ જો ઈન્ડોર માટે કેમેરા ખરીદતા હોવ તો તમારે ડોમ કેમેરા ખરીદવો જોઈએ. જો મોટી જગ્યા માટે અને વધુ વિસ્તારોને કેપ્ચર કરવા માટે કેમેરા ખરીદતા હોવ,તો પેન-ટિલ્ટ-ઝૂમ (PTZ) કેમેરા ખરીદો કારણ કે તે પેન અને ઝૂમ કરી શકેછે. આ સિવાય જો તમે ગમે ત્યાંથી કેમેરાનું લાઈવ પ્રસારણ જોવા માંગતા હોવ તો તમારે આઈપી કેમેરા લેવો જોઈએ. તેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી છે જેના દ્વારા તમે એપ પર લાઈવ પ્રસારણ જોઈ શકો છો.

જરૂરીયાત અને સ્થાનઃ સૌ પ્રથમ નક્કી કરો કે તમે કેમેરા ક્યાં ઇન્સ્ટોલ કરવા માંગો છો. જેમ કે ઘર, ઓફિસ, દુકાન, પાર્કિંગ વગેરે.

રિઝોલ્યુશન: તમારી જરુરિયાત પ્રમાણે કેમેરાનું રિઝોલ્યુશન પણ ચેક કરો કે તમને720p,1080p કે 4K જોઈએ છે.

સ્ટોરેજ વિકલ્પોઃ સ્ટોરેજ (SD કાર્ડ, DVR) અથવા ક્લાઉડ સ્ટોરેજ અગાઉથી ચકાસો. ક્લાઉડ સ્ટોરેજ ખર્ચાળ હોય છે.પરંતુ તે ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકાય છે.

નાઇટ વિઝન અને મોશન ડિટેક્શનઃ જો રાત્રે પણ દેખરેખની જરૂર હોય, તો નાઇટ વિઝન સુવિધાવાળા કેમેરા પસંદ કરો. આનો ફાયદો એ છે કે તમને કોઈપણ પ્રવૃત્તિની તાત્કાલિક માહિતી મળી જાય છે.