Site icon Revoi.in

જો રાત્રીના સમયે ઉંઘ નથી આવતી, તો એકવાર આ ડાયટને ફોલો કરી જૂઓ

Social Share

રાત્રીના સમયે ઊંઘ ન આવવી તે પણ ચીંતાનો વિષય છે. કેટલાક લોકો જે લોકો રાતના સમય પર નોકરી કે કામ કરતા હોય છે તે લોકોને ક્યારેક આ પ્રકારની આદત પડી જતી હોય છે અથવા ઈન્સોમ્નિય નામની બીમારી પણ થઈ જતી હોય છે. આવામાં જો તમને પણ રાતના સમય પર ઊંઘ નથી આવતી હોય તો આ ડાયટને સામેલ કરી જૂઓ.

આયુર્વેદ અનુસાર એક કપ ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. રાત્રે સારી ઊંઘ માટે એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. ગરમ દૂધમાં એક ચપટી જાયફળ, કાચી હળદર અથવા અશ્વગંધા પાવડર ઉમેરી શકાય છે. સાથે સાથે સારી ઊંઘ માટે તમારે બદામ જરૂર ખાવી જોઈએ. બદામમાં મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફેન હોય છે. જે સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરે છે. વધુ ફાયદા મેળવવા માટે તમે કેળા સાથે બદામનું સેવન કરી શકો છો.

આ ઉપરાંત જરદાલુ સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન બી 6, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ મેલાટોનિનના ઉત્પાદનમાં મદદ કરે છે. તે એક પ્રકારનું હોર્મોન છે જે ઊંઘને પ્રોત્સાહન આપે છે.

(આ માહિતીને જાણકાર પાસેથી મેળવવામાં આવી છે, પણ જો કોઈ પ્રકારની બીમારી કે સમસ્યાનો અનુભવ થાય તો ડોક્ટર અથવા સલાહકારની સલાહ જરૂરથી લેવી જોઈએ)