લીંબુનું જો આ રીતે કરશો સેવન, તો શરીરને થશે અનેક રીતે ફાયદા
- લીંબુંના સેવનથી થાય છે અનેક ફાયદા
- આ રીતે કરો લીંબુનું સેવન
- કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવામાં છે ઉપયોગી
આ વિશ્વમાં જેટલા ફળ અને ફૂલ છે તે તમામ ઉપયોગી છે અને ફાયદાકારક છે. પણ આ ફાયદાકારક ત્યારે છે જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. અત્યારે વાત કરીશુ લીંબુની કે જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે શરીરના કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવામાં ખુબ ઉપયોગી છે. લીંબુ પેટના જુદા જુદા રોગને ટાળવા મદદરૂપ થાય છે.
લીંબુમાં વિટામિન-એ, બી અને સીથી ભરપૂર માત્રામાં હોય છે અને તેથી લીંબૂ પેટ સાથે જોડાયેલા રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલાં પોટેશિયમ, આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટનું પણ કામ કરે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી દે છે. રાત્રે ઊંઘતી વખતે લીંબુ પાણી પીવાથી પણ એસીડીટીની સમસ્યા દુર થાય છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો પેટમાં દુખાવો થવાની સ્થિતિમાં લીંબુના રસમાં આદુ નાખીને પીવાથી રાહત મળે છે. ભોજન બાદ લીંબુ થોડા પ્રમાણમાં લેવાથી પાચન ક્રિયા ખૂબ સારી રહે છે. પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી કિડની, આંતરડા અને ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
એક અભ્યાસ પ્રમાણે તો તે પણ જાણવા મળે છે કે લીંબુના રસમાં મીઠું નાખીને પીવાથી પથરી પણ દૂર થાય છે અને એક અભ્યાસમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે, લીંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેના લાભ પણ ખુબ છે. લીંબુથી પાચન વ્યવસ્થામાં સુધારો થાય છે. સાથે સાથે પાચન શક્તિને સ્વસ્થ બનાવવામાં પણ લીંબુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે પ્રમાણમાં હોય છે તેથી ઇન્ફેક્શનની સંભાવના પણ ઘટી જાય છે.