ઠંડીની ઋતુમાં મેકઅપ કરો છો, તો ચેતી જજો આ બબાતોનું રાખજો ધ્યાન નહી તો સ્કિન થઈ જશે રફ
- ઠંડીની ઋતુમાં મેકઅપ કરો છો, તો ચેતી જજો
- આ બબાતોનું રાખજો ધ્યાન નહી તો સ્કિન થઈ જશે રફ
શિયાળામાં લગ્નની સિઝન હોય છે ત્યારે સ્ત્રીઓ પોતાને આકર્ષશક દેખાવવા અને સુંદર લગાવવા માટે મેકઅપનો સહારો લે છે,જો કે શિયાળામાં સ્કિન ખૂબ ડ્રાય હોય છે જેથી મેકઅપ કરવો હોય તો તેના માટે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ નહી તો સ્કિન વધપ ડેમેજ થઈ શકે છે.
શિયાળામાં સ્કિનને મોઇશ્ચરાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. ઠંડા પવનોને કારણે ત્વચાની ભેજ ગાયબ થવા લાગે છે. શિયાળામાં ખાસ ધ્યાન રાખો કે મેકઅપ પ્રોડક્ટ સારી ગુણવત્તાની હોવી જોઈએ
શિયાળાની ઋતુમાં ડ્રાયનેસની સમસ્યાથી પરેશાન છો, તો આવી સ્થિતિમાં તમે તમારા મેકઅપ પ્રોડક્ટમાં થોડો ફેરફાર કરો અને પાવડર ઉત્પાદનોને બદલે ક્રીમી કે લિક્વિડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.
શિયાળામાં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય જ્યારે પણ તમે મેકઅપ કરવા ઈચ્છો તો પહેલા ચહેરો સાફ કરો અને ચહેરા પર હળવું મોઈશ્ચરાઈઝર લગાવો અને પછી જ ફાઉન્ડેશન લગાવો.
જ્યારે પણ મેકઅપ રિમૂવ કરો ત્યારે સારા બોડિલોશ અને મેકઅપ રિમૂવરનો ુપયોગ કરો અને જો આમ ન કરવું હોય તો મલાઈનો ફેશપેક લગાવો અથવા એલોવેરા જેલથી સ્કિન પર સમાજ કરીલો આમ કરવાથી મેકઅપની આડ અસર નહી થાય અને સ્કિન રુસ્ક નહી બને