શું તમે પણ આવો ખોરાક તો નથી જમતાને,ચેતી જજો,નહીં તો હૃદયને થશે નુક્સાન
કેટલાક લોકોને નવું નવું બનાવીને ખાવાનો શોખ હોય છે. આવા શોખમાં તેઓ ક્યારેક એવું પણ બનાવીને જમી લે છે જે શરીરમાં માટે અતિભયંકર સાબિત થાય છે અને ક્યારેક તો તે હૃદય માટે પણ જોખમી સાબિત થતું હોય છે.
જાણકારોના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિએ એવો ખોરાક ન જમવો જોઈએ જેનાથી હ્યદયને તકલીફ પડી શકે તેમ હોય, જેમ કે દરેકનો સ્વાદ અલગ-અલગ હોય છે. કેટલાકને વધુ મીઠાવાળી વસ્તુઓ ખાવાનું ગમે છે તો કેટલાકને ઓછા મીઠાવાળી વસ્તુઓ ખાવાનું ગમે છે. કેટલાક લોકો વધુ મીઠું ઉમેરીને શાકભાજી, સલાડ અને અન્ય ખાદ્યપદાર્થો ખાવાનું શરૂ કરે છે. WHO ના રિપોર્ટ અનુસાર સામાન્ય કરતા વધુ મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત અન્ય બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
આ ઉપરાંત મોટાભાગના લોકો એવું વિચારે છે કે બહારની મીઠાઈઓ અને કેક ખાવાને બદલે તેને ઘરે બનાવીને ખાઈએ તો તે સ્વસ્થ રહે છે. જો કે, આ વાત અમુક અંશે સાચી છે, પરંતુ તેમાં ખાંડ અને તેલ વગેરેનો પણ ઉપયોગ થાય છે. મીઠાઈઓ અને કેકમાં ઉપયોગમાં લેવાતા અમુક ઘટકો માત્ર વજનમાં વધારો જ નથી કરતા, પરંતુ હૃદયની બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે.
કેટલાક લોકોને પરાઠા ખાવાનું ખૂબ જ ગમે છે અને તેઓ સવારે જ નહીં બપોર કે સાંજે પણ પરાઠા ખાવાનું શરૂ કરી દે છે. પ્રસંગોપાત પરાઠા ખાવાથી નુકસાન થતું નથી. જો કે, જો તમે દરરોજ પરાઠા ખાતા હોવ તો તમારું વજન ઝડપથી વધી શકે છે, જે તમારા હૃદયને પણ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે હૃદય સંબંધિત અથવા અન્ય કોઈ રોગ હોય, તો તમે ડૉક્ટરનો સંપર્ક કરીને તમારા આહાર વિશે પૂછી શકો છો.