આમ તો આપણા સનાતન ધર્મમાં દશેરાના દિવસને સત્યની અસત્ય પર જીતના દિવસ તરીકે જોવામાં આવે છે. આપણે બધા લોકો કેટલાક સારા કામની શરૂઆત દશેરાના દિવસે કરીએ છીએ અને ખરીદી પણ કરતા હોય છે, પણ કેટલાક કામ એવા પણ હોય છે કે જે દશેરાના દિવસે ન કરવા જોઈએ, અને તેની પાછળના કારણ કઈક આવા છે.
જાણકારોના કહેવા પ્રમાણે, દશમીના દિવસે જાત્રા અને શુભ કાર્ય કરવું યોગ્ય નથી. જેમ કે દુર્ગા પૂજાની દશમી તિથિ દીકરી કે વહુની વિદાય માટે સૌથી શુભ માનવામાં આવે છે. પરંતુ આ વખતે દશમીના દિવસે દીકરી અને વહુને વિદાય આપવી તે યોગ્ય નથી.
આ ઉપરાંત દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. પંચક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય જેમ કે ઘરનું બાંધકામ શરૂ કરવું, છાપરું બનાવવું, ખાટલો બનાવવો વગેરે યોગ્ય નથી. પંચકમાં આ કાર્યો કરવાથી અશુભ ફળ મળે છે.
ઉલ્લેખનીય છે કે આ માહિતીને માત્ર માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવી છે, અને તેના પર કોઈ પણ પ્રકારનો દાવો કે પૃષ્ટિ કરવામાં આવતી નથી.