જો તમારી ટુ વ્હીલરમાં આ એસેસરી નથી તો જાણીલો આ નવો નિયમ – નહીં મળે તમને ડ્રાઈવિંગ લાયસન્સ
- ટુ વ્હીલરમાં આ એસેસરી નથી તો નહીં મળે તમને ડ્રાઈવિંગ લાયસન્સ
- ગુજરાત સરકારનો નવો નિયમ
- ડ્રાઈવિંગ ટેસ્ટમાં મિરર અને હેલ્મેટ પણ ફરજિયા કરાયું
અમદાવાદ – સમગ્ર રાજ્યમાં વાહન વ્યવહારને લગતા અવનવા નિયમો અમલી બની રહ્યા છે ત્યારે હવે વધુ એક નવો નિયમ જારી કરવામાં આવ્યો છે,ગુજરાત સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય અતંર્ગત ટૂ-વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હેલ્મેટ અને એક મિરર ફરજિયાત કરવામાં આવ્યો છે. આ જારી કરવામાં આવેલા નવા નિયમ મુજબ જો તમારી ટુ-વ્હીલરમાં મિરર (અરીસો) નહી હોય તો હવેથી તમારી ડ્રાઈવિંગ ટેસ્ટ રદ થઈ શકે છે.
આ નવા નિયમ જારી ન થયા પહેલા આ બાબતો જરીરી નહોતી કરવામાં આવી, તમે અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટૂ-વ્હીલર પર મિરર ન હોય છંત્તા પણ આપી શકતા હતા, આ અંગેની કોી પણ તપાસ કરવામાં આવતી નહોતી, જો કે હવે આ બબાતે ચકાસણી પણ હાથ ધરવામાં આવશે અને પછી જ તમને ટેસ્ટ આપવા દેવામાં આવશે.
અત્યાર સુધી અનેક લોકો મિરર વગરના ટૂ-વ્હીલર વાહન પર પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને પાસ થઈ જતા હતા, વાહન વ્યવહારના નિયમમાં ટૂ-વ્હીલર પર બે મિરર અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી ચૂક્યું છે.
આરટીઓના અધિકારીઓએ આ નિયમનો કડક અમલ શરૂ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ લેતી વખતે ટૂ-વ્હીલર પર એક મિરર છે કે નહી તેની ચકાસણી કરશે, આ આદેશ સખ્ત પાલન કરવાનો રહેશે,આ સમગ્ર નિયમને લઈને ઘણા અરજદારોએ કચેરીની અંદર અન્ય વાહનમાંથી મિરર કાઢી પોતાના વાહનમાં ફિટ કરીને હાલ ટેસ્ટ આપતા જોવા મળ્યા છે.
સાહિન-