Site icon Revoi.in

નવરાત્રીની આ વાત જો તમે નથી જાણતા,તો કઈ નથી જાણતા

Social Share

નવરાત્રી – આપણા સનાતન ધર્મનો એવો તહેવાર કે જેના વિશે ભાગ્ય જ કોઈને ખબર હશે નહી, નવરાત્રીના તહેવાર વિશે તો આપણે માત્ર ભારતીયો જ નહી પરંતુ હવે તો દેશ વિદેશના લોકો પણ જાણે છે અને ત્યાં પણ નવરાત્રીની ઉજવણી જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે અસલ નવરાત્રીની કે જ્યાં તમને લાગે કે આ છે તહેવાર તો આજે તે જાણો.

તે વાતમાં કોઈ શંકા નથી કે સમયની સાથે બધુ બદલાઈ જાય છે, પણ હવે લોકોએ તહેવારોને ઉજવવાની રીત પણ બદલી છે. એવામાં જો વાત કરવામાં આવે નવરાત્રી તહેવારની તો જે પહેલા ચોકમાં ઉજવવામાં આવતી હતી તે હવે પાર્ટી પ્લોટમાં પહોંચી ગઈ છે. જે નવરાત્રીને પહેલા માતા દુર્ગાની પૂજા સ્વરૂપે જોવામાં આવતી હતી, તે અત્યારે લોકોને જાણ પણ નથી. તો આવા અનેક કારણો છેે જેના કારણે હવે નવરાત્રીની ઉજવણી અલગ બની છે.

જો વધારે વાત કરવામાં આવે તો, પહેલાં તો શેરી ગરબા મહોત્સવ યોજાતો. નવ દિવસના કાર્યક્રમો અગાઉથી નક્કી થતા. સોસાયટીમાં થતા ગરબા જોવા ટોળાં ઊમટી આવતાં. ઉજવણીની પરિભાષા અલગ હતી.

સમય બદલાતો જાય છે. મોડર્ન યુગની શરૂઆત થઈ ગઈ છે. જો તમે કલ્ચર પ્રમાણે એડ્વાન્સ નથી તો તમને પરગ્રહવાસીની જેમ જોવામાં આવે છે. આજની તારીખમાં નવરાત્રી તહેવાર માટે મનુષ્યોએ હદ બહારની સ્વીકૃતિ દર્શાવી છે. એના દાખલા રૂપે મા અંબાની આરાધનાના ગરબા કરતાં ફિલ્મોના ગીત પર ડાન્સ, નવરાત્રિ દરમિયાન પરિધાનમાં આવતા ફેરફાર, શેરી ગરબા મહોત્સવને બદલે પાર્ટી પ્લોટનું વળગણ, કુટુંબ કરતાં મિત્રો સાથે જવાની પસંદગી, મોડી રાત્રે પાછાં ફરવાની આદત અને ક્યાં હતા અને શું કર્યું જેવા પ્રશ્ર્નોના ન અપાતા જવાબ વગેરે મુખ્ય છે.

પાર્ટી પ્લોટમાં ફિલ્મી ઢબે ઊજવાતી નવરાત્રિ કોઈ ડિસ્કો ડાન્સ જેવી લાગે. ખુદને અરીસામાં નિહાળતાં પણ શરમ આવે તેવાં કાર્યો આ નવ દિવસ દરમિયાન થતાં હોય છે. નવરાત્રિ સમયમાં આવતા સમાચારો એ વાતની ચાડી ખાય છે. ખાસ કરીને યંગ જનરેશનને જે છૂટછાટ આપવામાં આવે છે, તેનો ઉપયોગ અલગ રીતે જ કરવામાં આવે છે. હા, આ આરોપ બધા માટે નથી, પણ આ આરોપ ખોટા પણ નથી. તહેવારને અનુલક્ષીને ઉજવણી કરવામાં જે મજા છે તે તહેવારોની આડમાં કરાતાં વ્યર્થ પરાક્રમોમાં નથી. ખાસ કરીને આપણે ગુજરાતીઓ આપણા આ તહેવારના પાયાને બચાવી રાખીએ. જનરેશન નેક્સ્ટને તહેવાર પ્રત્યેની ફરજ કરતાં તેનું મહત્ત્વ સમજાવીએ. મા અંબાની આરાધનાનો અવસર આવી રહ્યો છે. તેની સર્વેને શુભકામનાઓ.