દૂધ પીવું ગમતું નથી, તો આ વસ્તુઓથી શરીરમાં કેલ્શિયમની કમી પૂરી કરી શકાય
દૂધ પીવું દરેકને ગમતુ નથી, પણ કેલ્શિયમની જરૂરત કઈ રીતે પૂરી કરવી. જો શરીરમાં કેલ્શિયમની કમી હોય તો હાડકા કમજોર થઈ જાય, દૂખાવો અને થાક શરૂ થઈ જાય. આજે જાણીએ કેલ્શિયમની કમીને કઈ રીતે પૂરી કરવી. ઘણા લોકોને દૂધમાં જોવા મળતા લેક્ટોઝને કારણે એલર્જી થાય છે. એવામાં આપણને દૂધ પીવાનું પસંદના હોય તો આપણે બીજી રીતે તેની કમી પૂરી કરી શકીએ છીએ. એક વ્યક્તિને દરરોજ કેટલું કેલ્શિયમની જરૂર પડે છે એ તેના લિંગ અને શરીરની સ્થિતિ પર આધાર રાખે છે. વ્યક્તિને 500 થી 2000 મિલિગ્રામની જરૂર હોય છે. બાળકોને 500 થી 700 મિલિગ્રામ જરૂર હોય છે. જ્યારે પુખ્ત વયના લોકો અને સગર્ભા સ્ત્રીઓને 1000 મિલિગ્રામની જરૂર હોય છે.
• દૂધ વગર આ વસ્તુઓમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ
- દૂધ વગર કઠોળમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. કઠોળ જેમ કે, રાજમા, ચણા વગેરે કેલ્શિયમથી ભરપૂર હોય છે, અને તે તમારા રોજના કેલ્શિયમની જરૂરીયાતને પૂરી કરે છે. કેલ્શિયમની દૈનિક માત્રાના 20 ટકા 170 ગ્રામ કઠોળમાં મળી શકે છે.
- જો તમે દૂધ નથી પીતા તો તમે રોજ બદામ ખાઈને કેલ્શિયમની કમીને દુર કરી શકો છો. બદામમાં કેલ્શિયમની સાથે સાથે હેલ્દી ફેટ, પ્રોટીન અને મેગ્નેશિયમ પણ હોય છે. રોજ રાતે બદામને પલાળીને સાવારે તેની છાલ ઉતારીને ખાઓ. તે ખૂબ જ ફાયદા કારક રહેશે.
- લીલા પાંદડા વાળા શાકભાજીને પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો તમે દરરોજ એક કટોરી લીલા શાકભાજી ખાઓ છો તો, તમને કેલ્શિયમની સારી માત્રા મળી શકે છે. આમાં પાલકનું શાક ખૂબ જ ફાયદા કારક છે.
- ડ્રાય ફ્રૂટની વાત કરી એ તો અંજીરને કેલ્શિયમથી ભરપૂર માનવામાં આવે છે. તમે દરરોજ સૂકા મેવા ખાઈને કેલ્શિયમની માત્રા લઈ શકો છો.