- ડાયાબિટીઝથી બચવા માટે કરો આટલું
- જીવનશૈલીમાં લાવો પરિવર્તન
દેશભરમાં આજકાલ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી છે, આપણ ીજે રીતે લાઈફસ્ટાઈલ છે તે ક્યાકને ક્યાકલજાયાબિટીઝ માટે જવાબદાર બને છે.ડાયાબિટીસ એ એક રોગ છે જે આજે દરેક બીજા ત્રીજા વ્યક્તિને અસર કરે છે. તેનું એક મુખ્ય કારણ આપણો આહાર અને બગડતી જીવનશૈલી છે.
જો તમે જાયાબિટીઝ જેવા રોગોનો ભોગ ન બનવા માંગતા હોવ તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરીને ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકો છો. જાણીલો આ ટેવો જે તમને ડાયાબિટીઝ કરાવી શકે છે જો તમને હોય આવી ટેવો તો ભૂલી જજો
સતત બેસી રહેવું એક્ટિવ ન રહેવું
જો તમારું જીવન બેઠાળું છે તમે વધુ હલન ચતલન કે ચાલતા નથી તો તમને જાયાબિટીઝની સમસ્યા થી શકે છે.ઓફિસમાં એક જ જગ્યાએ કામ કરતા લોકો તેમના કમ્પ્યુટર અને લેપટોપ પર કલાકો વિતાવે છે. આ પણ એક કારણ છે કે તેઓ સરળતાથી ડાયાબિટીસનો શિકાર બની જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ 1 કલાકથી વધુ સમય સુધી એક જગ્યાએ બેસે છે, તો તેનામાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે.
સવારે નાસ્તો ન કરવાની આદત
દિવસની શરૂઆત નાસ્તાથી થવી જોઈએ. તે તમને રિફ્રેશ રાખે છે. થોડો નાસ્તો લો પણ નાસ્તો જરુરથી કરો. હકીકતમાં જો તમે નાસ્તો ન કરો તો તમે ડાયાબિટીસનો શિકાર બની શકો છો. આ એટલા માટે છે કારણ કે જો તમે નાસ્તો ન કરો છો, તો તે લંચ સુધી ભૂખ્યા રહેવાની ટેવ ડાયાબિટીઝને નોતરે છે.
લેટ નાઈટ સુધી જાગવું
રાત્રે મોડે સુધી સૂવું એ પણ ડાયાબિટીસનું એક કારણ છે.આ આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોડી રાત્રે સૂવાથી મેટાબોલિઝમ પર અસર થાય છે, જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે.ઘણા રિસર્ચમાં પણ આ હકીકત ખુલ્લેઆમ સામે આવી છે.
વધુ સ્વિટ ખાવું
ડાયાબિટીસ માત્ર મીઠાઈ ખાવાથી જ નહીં પરંતુ ખરાબ જીવનશૈલી, વધુ તણાવ લેવાથી પણ થાય છે. પરંતુ એ વાતને અવગણી શકાય નહીં કે વધુ પડતી ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે. તેથી જો તમે ડાયાબિટીસનો શિકાર ન બનવા માંગતા હોવ તો મીઠાઈઓથી દૂર રહો. ખાંડને બદલે સુગર ફ્રી અથવા સ્ટીવિયાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. ઓછી માત્રામાં ખાંડ લેવી નુકસાનકારક નથી, પરંતુ જેમ જેમ પ્રમાણ વધે છે તેમ તેમ ડાયાબિટીસનું જોખમ પણ વધે છે