ઉનાળામાં પીવો છો લીંબૂ પાણી, તો જાણી લો તેના ફાયદા અને નુકશાન
લીંબૂ પાણીના સેવનથી ગભરાહટ, બેચેની, ચક્કર જેવી તમામ સમસ્યાથી આરામ મળે છે. પરંતુ તેના વધુ પડતા સેવનના કેટલાક ગેરફાયદા પણ છે. ઉનાળો આવતા જ લોકો ઠંડી વસ્તુઓ ખાવાની પસંદ કરે છે. ઘણા લોકો ઉનાળામાં ફળોનો રસ, શરબત, લીંબૂ પાણીનું સેવન કરે છે. તેમને સેહત માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. લીંબૂમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ જેવા ઘણા પોષક તત્વ હાજર છે.
જે બીમારી સામે લડવામાં મદદ કરે છે. લીંબૂ પાણી પીવાના ઘણા ફાયદા છે. લીંબૂનો વપરાશ દરેક દાળ, શાકભાજીમાં કરવામાં આવે છે. ઘણા લોકો સલાડના રૂપે પણ ખાય છે તો ઘણા લોકો તેનો જ્યૂસ બનાવીને પીવે છે.
તેના ઘણા ફાયદા છે. સૈ પ્રથમ આ આપણી ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સાથે જ પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જો કોઈને એસિડિટી ગેસની સમસ્યા થાય છે તો તેને લીંબૂ પાણી પીવુ જોઈએ.
લીંબૂ પાણી વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ શરીરને તાજગી અને ઉર્જા આપે છે. લીંબૂ પાણીના ફાયદા હોવાની સાથે નુકશાન પણ છે. તેવી રીતે લીંબૂ પાણીમાં એસિડ હોય છે, જેનાથી લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો આ દાંતને નુકશાન પહોંચાડી શકે છે.
એટલુ જ નહીં લીંબૂ પાણીનું વધારે પડતુ સંવન કરવાથી ઘણા લોકોને પિંપલ્સ જેવી પ્રોબ્લેમ થવા લાગે છે. આનું વધારે સેવન કિડની સબંધિત સમસ્યાઓને વધારી શકે છે. ધ્યાન રાખો કે જે લોકોને કોઈ દવાઓ, ગોળીઓ ચાલુ હોય અને ડોક્ટરએ ખઆટુ ખાવા માટે ના પાડી હોય તો લીંબૂનું સેવન ભૂલથી પણ ના કરો.