Site icon Revoi.in

તમે ઓછુ પાણી પીવો છો તો તમને દિવસભર આવી શકે છે આળસ ,રાત્રે સુતા પહેલા પાણી પીને સુવાથી થાય છે ફાયદા

Social Share

 કેટલીક વખત એમા પણ ખાસ શિયાળામાં આપણાને એમ થાય છે કે કંઈજ કામ કરવું નથી બસ બેડમાં પડી રહેવાનું મન થાય છે. આ સાથે જ જાણે શરીરમાં આળસ આવતી હોય છે, કઈ પણ કામ કરવાનું મન નથી થતું અને પછી જો ઓફીસમાં જઈએ છીએ તો થાક લાગે છે ઊંધ આવે છે આવી સ્થિતિમાં પાણીની કમી તમારા શરીરમાં હોય શકે છે.

 પાણીની કમીના કારણે આ તમામ સમસ્યાઓ સર્જાય છે.એટલા માટે રાત્રે સૂતા પહેલા પાણી પીવું એ ઔષધ સમાન માનવામાં આવે છે.ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે ‘જો તમે સૂતા પહેલા રૂમના તાપમાન પ્રમાણે પાણી પીશો તો સવારે તમે જોશો કે તમારી ત્વચા ચમકી રહી છે. એટલું જ નહીં, પેટ પણ સાફ રહે છે અને તમે દિવસભર એનર્જી અને ફ્રેશ અનુભવ કરશો.

 આ સાથે જ દરેક લોકોએ સમયસર સૂવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યારે પણ તમે રાત્રે સૂવા જાવ તો સૌથી પહેલા તમારો ફોન, લેપટોપ, ટીવી તમારાથી દૂર રાખો, કારણ કે એકવાર તમે ફોન ખોલીને સ્ક્રોલ કરવાનું શરૂ કરી દેશો તો તમારી ઊંઘ ભાગી જશે.

 આ સાથે જ  સૌથી મહત્વની વાત એ છે કે મોડી રાતની ચા કે કોફી ભૂલથી પણ ન પીવી. કારણ કે પાણી પીવાથી સારી ઊંઘ આવે છે. જો તમે રાત્રે પાણી પીધા પછી સારી રીતે સૂઈ જાઓ છો, તો તે તમારી ત્વચા, પેટ અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

 નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે રાત્રે  સૂતા પહેલા પાણી પીવાથી તમારા શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. જેના કારણે તમે હાઇડ્રેટેડ રહેશો. રિસર્ચ અનુસાર, ડિહાઇડ્રેશનના કારણે ઘણા લોકોને સૂતી વખતે ખૂબ ગરમી કે ઠંડી લાગે છે. જો તમે સૂતા પહેલા પુષ્કળ પાણી પીઓ છો તો તમારા શરીરનું તાપમાન સામાન્ય રહે છે. તમને ઠંડી કે ગરમી નહિ લાગે. તેનો ફાયદો એ છે કે તમે સૂતી વખતે હાઇડ્રેટેડ રહેશો. વર્ષ 2014માં ‘નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન’માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, પાણીની ઉણપ મૂડ સ્વિંગનું મુખ્ય કારણ હોઈ શકે છે.