શાકાભાજી ફળો અને કઠોળ આરોગ્યનો ખજાનો કહેવાય છે આ તમામ વસ્તુઓના સેવનથી સરીરને પુરતી માત્રામાં પોષમ તત્વો મળી રહે છે જો કઠોળની વાત કરીએ તો મગને હેલ્ધી આરોગ્ય માટેનો બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે જે બીમાર લોકોનો ખોરાક ગણાય છે કારણ કે મગમાં એવા તત્વો છે જે ઊભલભલાને સારા કરી દે છે.હાથ પગમાં તાકાત લાવે છે તો દિવસ દરમિયાન મદ ેનર્જી આપે છે,ખાસ કરીને જો સવારે જાગીને નાસ્તામાં બાફેલા મગનું સૂપ પીવામાં આવે તો તે ખૂબ જ ફાયદા કારક સાબિત થાય છે.
મગનું પાણી પીવાથી શરીરને થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.મગનું પાણી શરીર માટે એનર્જી ડ્રિંકનું કામ કરે છે. તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને બાળકોને આ પાણી આપવાની ભલામણ કરવામાં આવે છે.
મગના પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે. સાથે જ આ પાણી શરીરમાંથી કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને તમારું વજન પણ ઘટાડે છે. અનાદિ કાળથી મગને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જો દરરોજ સવારે નાસ્તામાં એક વાટકી કઠોળનું પાણી પીવાથી તમે તમારી જાતને ઉર્જાવાન અને સ્વસ્થ અનુભવશો. મગના પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેમાં રહેલા ફાઈબરની માત્રા તમારી પાચન સંબંધી સમસ્યાઓને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
મગનું પાણી તમારા સ્ટૂલને ચુસ્ત બનાવે છે, જેના કારણે સ્ટૂલ પસાર કરવામાં કોઈ મુશ્કેલી નથી. તે જ સમયે, તે એસિડિટી, પેટનું ફૂલવું અથવા પેટનો દુખાવો અને મામોદ વગેરેને મટાડવામાં અસરકારક માનવામાં આવે છે. આ પાણી ઝાડા વગેરેમાં પણ ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને આવી સ્થિતિમાં મગની દાળના પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.