જો હવે દારુના નશામાં ચલાવશો ગાડી તો, એક યુનિટ બ્લડ આપવાની આવશે વારી -આ રાજ્યમાં લાગૂ કરાયા અવનવા ટ્રાફિક નિયમો
- જો હવે દારુના નશામાં ચલાવશો ગાડી તો તમારું લોહી આપવાની આવશે વારી
- પંજાબમાં નશામાં ગાડી ચલાવનાર છે 1 યુનિટ બ્લડ આપવાનો દંડ ફટકારાશે
ચંદીગઢઃ- સામાન્ય રીતે નશામાં ગાડી ચલાવવા પર પોલિસ પૈસાનો દંડ વસુલે છે,મેમે ફાડે છે ત્યારે હવે પંજાબ સરકારે ટ્રાફિક નિયમોને લઈને નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ અનોખી સજા નક્કી ફટકારવાનું નક્કી કરાયું છે.ટ્રાફિકના નિયમો તોડવા માટે જે રીતે સજાની જોગવાઈ કરવામાં આવી છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
નવા નિયમો પ્રમાણે હવેથી જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો ડ્રાઇવરે દંડ તરીકે એક યુનિટ રક્તનું દાન કરવું પડશે. તેમજ તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
નવા નિયમો હેઠળ, પ્રથમ વખત ઓવરસ્પીડ ડ્રાઇવિંગ માટે 1 હજાર રૂપિયાનું ચલણ થશે. જો તે જ ભૂલનું પુનરાવર્તન થશે તો તેની પાસેથી ડબલ દંડ વસૂલવામાં આવશે
આ સાથે જ જો તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તમારે રિફ્રેશર કોર્સમાંથી પણ પસાર થવું પડશે અને વિદ્યાર્થીઓને નજીકની શાળામાં 2 કલાક માટે લેક્ચર આપવાનું રહેશે.
દારૂના નશામાં વાહન ચલાવવા માટે નજીકની હોસ્પિટલમાં સામુદાયિક સેવા કરવી પડશે. જ્યાં ડોક્ટર અથવા ઈન્ચાર્જ દ્વારા સૂચવ્યા મુજબનું કામ લગભગ બે કલાક કરવું પડશે અથવા ઓછામાં ઓછું એક યુનિટ રક્તદાન કરવું પડશે.
પ્રથમ વખત, લાલ બત્તી જમ્પ કરવા માટે 1,000 રૂપિયાનું ચલણ અને લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. જ્યારે બીજી વખત 2000 રૂપિયાનું ચલણ આપવું પડશે.
આ સિવાય મોબાઈલ ફોન પર વાત કરતી વખતે ડ્રાઈવિંગ કરવા પર પહેલીવાર 5,000 રૂપિયા અને બીજી વખત પકડાવા પર 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ સાથે, રિફ્રેશર કોર્સ અથવા સામુદાયિક સેવાઓ પણ કરવાની રહેશે. ટુ વ્હીલરમાં 3 મુસાફરોને બેસાડનારાઓને પણ કડક કરવામાં આવશે. પ્રથમ વખત રૂ. 1,000 અને બીજી વખત રૂ. 2,000નો દંડ અને એક મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.