તમે જમ્યા પછી ફળો ખાઓ છો, તો જાણો ફળ ખાવાનો યોગ્ય સમય
ઘણીવાર લોકો આ વાતને લઈને કંન્ફ્યૂઝ રહે છે કે ફળ ખાવાનો યોગ્ય સમય કયો હોય છે.ફળ ક્યારે ખાવું જોઈએ, જમ્યા પહેલા કે જમ્યા પછી. ફળો આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સેહતમંદ હોવાનું કહેવાય છે.તેમાંથી આપણને મિનરલ્સ અને વિટામિન્સ તેમજ કેલરી મળે છે
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો જમવાના અડધા એક કલાક પહેલા ફળ ખાવામાં આવે તો શરીરને ઘણું પોષણ આપે છે. તમે જમ્યા પછી ફળો ખાઓ છો, તો ફળોની વધારાની કેલરી ખોરાકની સાથે શરીરમાંથી નીકળી જાય છે, હેલ્થને ઘણા નુકસાન પહોંચાડે છે.
ખોરાક સાથે અથવા ખોરાક પછી તરત ફળ ન ખાવાનું વધુ સારું છે. ફળ ખાવાનો યોગ્ય સમય સવાર, બપોર અને સાંજ છે, રાત્રે ઉંઘતા પહેલા ફળ ન ખાવા જોઈએ. હેલ્થ એક્સપર્ટ, જમ્યા પછી તરત ફળ ન ખાવાની સલાહ આપે છે. શરીર પહેલાથી ખોરાક દ્વારા ઘણી કેલરી લઈ ચૂક્યું છે, તમે ભોજન પછી તરત, તેને પચ્યા વિના ફળ ખાઓ છો, તો શરીરને વધારાની કેલરીની માત્રા સહન કરવી પડે છે. આનાથી પાચનતંત્ર પર ડબલ ભાર પડે છે અને જમ્યા પછી તરત બધી કેલરી પચાવી શકતું નથી અને પાચનતંત્રને બગાડે છે અને પેટને લગતી સમસ્યાઓ જેમ કે અપચો, પેટનું ફૂલવું, એસિડિટી, ખેંચાણ અને કબજિયાત વગેરે થાય છે.
ફળોમાં ફ્રુક્ટોઝ હોય છે જે ઝડપી પચે છે, જો ભોજન પછી તરત પછી ફળ ખાઓ છો તો ફ્રુક્ટોઝ જલ્દી પચી જાય છે અને પેટમાં પહેલા ગયેલુ ભોજન પચવામાં વધારે દિક્કત થાય છે. ભોજન પછી તરત જ ફળ ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના ટોક્સિન એકત્ર થવાની વાત કરવામાં આવે છે. તેની સીધી અસર પેટ સાથે સ્કિન પર પણ થાય છે.