Site icon Revoi.in

સવારે નાસ્તામાં દૂધ સાથે જો તમે પણ આ વસ્તુઓ આરોગો છો તો ચેતી જજો , થાઈ છે નુકશાન

Social Share

 

સામાન્ય રીતે આપણે આપણ ઘરના વડિલોને કહેતા સાંભળ્યા હશે કે ડુંગળી ખાય છે તો દૂધ ન પીતો, અથવા તો નોનવેજ ખાધુ છે તો હવે દૂઘ ન લેતા…..જો કે આ દરેક બાબત આર્યુવેદ સાથે જોડાયેલી છે, ઘણી ખાદ્ય વસ્તુઓ વી છે કે જેને દૂધ સાથે લઈને તો આરોગ્યને નુકશાન થવાની સંભાવનાઓ છે.

ખાસ કરીને દૂધમાં માત્ર પ્રોટીન જ નહીં, પણ વિટામિન એ, બી 1, બી 2, બી 12 અને ડી, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે. દૂધ એ શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે, જો કે કેટલીક વસ્તુઓ સાથે જો દૂધ ન પીએ તો વધારે સારુ રહે છે.

નોનવેજ અથવા ફિશ કે શી-ફૂડ સાથે દૂધ ન પીવું જોઈએ

સામાન્ય રીતે દરેક નોનવેજ ખાતા  ઘરો માં નોનવેજસાથે દૂધ પીવામાં આવચતું નથી,દૂધ અને માછલીને ક્યારેય એકસાથે કે આગળ પાછળ  ન  ખાવું જોઈએ, કારણ કે દૂધ પોતામાં સંપૂર્ણ છે. દૂધમાં શરીરમાં પચવા માટે સમયની જરૂર હોય છે, કારણ કે તેમાં ઘણા પોષક તત્ત્વો રહે છે. તેને અન્ય કોઈપણ પ્રકારના પ્રોટીન જેવા કે માંસ-માછલી વગેરે સાથે મિશ્રણ કરવાથી પાચક સિસ્ટમ પર ઘણો દબાણ આવે છે.અને પેટ ભારે રહેવાની અથવા તો બગડવાની શક્યતાઓ વધે છે.

કેટલાક ફળો સાથે પણ દૂધનું સેવન ન કરવુ જોઈએ

ખાટ્ટા ફળો સાથે દૂધ ન લેવું જોઈએ – ખાસ કરીને વાત કરીએ ફળોની તો સ્ટ્રોબેરી, અનાનાસ, નારંગી જેવા ફળો પાચન દરમિયાન પેટમાં ગરમી ઉત્પન્ન કરે છે,તો બીજી તરફ , દૂધની પ્રકૃતિ ઠંડી હોય છે. જેથી પાચક સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. આને લીધે આપણને શરદી-ખાંસી-શરદી, એલર્જી જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.તેથી ઠંડા ફળો સાથે દૂધ ન લેવામાં આવે તો વધુ સારુ રહે છે.

તરબૂચ સાથે દૂધ ન લેવું જોઈએ – તરબૂચની વાત કરીએ તો તેમાં 96 ટકા પાણી હોય છે,આ ફળને ઉનાળા માટે યોગ્ય કહી શકાય. તરબૂચમાં પોટેશિયમ, ફાઇબર સહિતના ઘણા પોષક તત્વો હોય છે, પરંતુ તેને દૂધ સાથે લેવાથી પેટ ડબ રહેવાની શક્યતાઓ વધી જાય છે. પેટમાં ભઆર જેવું લાગે છે જેથી તરબૂચ સાથે દૂધ ન લેવું આરોગ્ય માટે સારું છે.