Site icon Revoi.in

વધારે પડતી ડુંગળી ખાતા હોવ તો ચેતી જજો, થાય છે ઘણું નુકશાન

Social Share

સામાનમ્ય રીતે ડુુંગળી ગુણકારી ગણાય છે જોપરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. દરેક વ્યક્તિ જાણે છે કે કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન હંમેશા સમસ્યાઓ સર્જે છે. કાંદાની બાબતમાં પણ એવું જ છે. જો તમે તેને વધુ માત્રામાં ખાઓ છો, તો તમારે બ્લડ સુગર વધવાથી પેટ ખરાબ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

ડુંગળીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વધારે હોય છે. આ સિવાય તેમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે, જેને કેટલાક લોકો સારી રીતે પચાવી શકતા નથી. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

આ સાથે જ કાચી ડુંગળી બ્લડ સુગર માટે પણ ફાયદાકારક નથી. દરેક વ્યક્તિ જાણે છે કે ડાયાબિટીસના દર્દીઓએ કોઈપણ વસ્તુનું સેવન ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ. આવી સ્થિતિમાં કાચી ડુંગળી ખાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો, નહીં તો તમને અનેક સમસ્યા થઈ શકે છે.

જો તમે પણ મોટી માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો, તો સાવચેત રહો, કારણ કે તેનાથી તમારી સમસ્યા વધી શકે છે. તેનાથી હાર્ટબર્નની સમસ્યા પણ થઈ શકે છે. એટલે કે મોટી માત્રામાં કાચી ડુંગળી ખાવાનું ટાળો.