Site icon Revoi.in

ડ્રાઇવિંગ કરતી વખતે જો તમે ઊંઘી જશો તો થઇ શકે છે મોટો અકસ્માત, જાણો શું છે ઉપાય

Social Share

દેશમાં દર વર્ષે સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. તેની પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. પણ એક ભૂલ બધા ડ્રાઇવરો કરે છે તે છે બેદરકારીથી વાહન ચલાવવું. ઘણા ડ્રાઈવરો કહે છે કે તે સાવધાનીથી વાહન ચલાવે છે, પણ તે ડ્રાઈવિંગ કરતી વખતે ઊંઘી જાય છે.

જોકા આવવાના ઘણા કારણો હોઈ શકે છે
ઘણા લોકો વાહન લઈ લાંબી મુસાફરી કરે છે. વાહન ચલાવવું મુશ્કેલ કામ છે અને થકવી નાખે એવો અનુભવ છે. આવી પરિસ્થિતિઓમાં ડ્રાઇવરો ઘણીવાર ઊંઘી જાય છે.

પૂરતી ઊંઘ મેળવો
ઘણા ડ્રાઇવરોને રાત્રે યોગ્ય ઊંઘ આવતી નથી, એટલે દિવસે ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી જાય છે. જો તમે પણ આવું કરો છો તો સમયસર સાવધાન થઈ જાઓ. રાત્રે પૂરી ઊંઘ લો જેથી દિવસભર ઊંઘ ના આવે.

હલ્કો ખોરાક ખાઓ
કેટલાક ડ્રાઇવરો દિવસે ખૂબ ભારે ખોરાક લે છે, આવામાં તેઓ આખો દિવસ આળસથી પસાર કરે છે, જેના લીધે તેમને ઊંઘ આવે છે. આ સમસ્યાથી બચવા માટે ભોજનમાં હલકું ખાઓ, જેથી ઉંઘ સમયની સમસ્યા દૂર થઈ શકે.

કરો આ કામ
વાહન ચલાવતી વખતે ઊંઘ આવતી હોય તો તરત જ વાહનને બાજુએ રોકો, થોડું પાણી પીઓ અને આંખો બરાબર ધોઈ લો. આવુ કરવાથી આંખો સાફ થઈ જશે અને થોડા સમય માટે ઊંઘની સમસ્યામાંથી રાહત મળશે.