Site icon Revoi.in

બાળકોને ટિફીનમાં આ પેપરમાં આપો છો ભોજન તો બાળકની હેલ્થ સાથે તમે કરી રહ્યા છે ખીલવાડ

Social Share

આજકાલ હવે દરેક લોકો  એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરતા હોય છે તો ઘણા લોકો ગરમ કેશરોલનો પણ ઉપયોગ કરે છે જો કે આ તમામ વસ્તુઓમાં ખાદ્ય ખોરાક રાખવો હાનિકારક સાબિત થઈ શકે છે, જોઈએ કઈ રીતે તે નુકશાન કરે છે.

કોઈ પણ પ્રકારનું ભોજન જે તે મટિરિયલના સંપર્કમાં આવે છે, જેમાં તેને પેક કરવામાં આવે છે તો તે મટીરીયલની ક્વોલિટી ભોજનમાં આવવા લાગે છે. ખાસ કરીને આપણે જ્યારે ગરમ ભોજન પેક કરીએ છીએ ત્યારે તે વધારે અસર કરે છે.છેવટે તેમાંથી અજીબ સ્વાદ પણ આવે છે.

 એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરીએ છીએ તો તેનાં નુકશાન પહોંચાડનાર કેમિકલ ભોજનમાં મિક્સ થઈ જાય છે. પ્લાસ્ટિકમાંથી જીનો એસ્ટ્રોજન નામનું ખતરનાક રસાયણ સમાયેલું હોય છે, જેનાથી હોર્મોનલ ગરબડી ઉભી થાય છે. એલ્યુમિનિયમ ફોઈલ મળી આવે છે અને લોકો ખુબ જ તેનો ઉપયોગ પણ કરતા હોય છે. જોકે વિશેષજ્ઞો તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે. એલ્યુમિનિયમ ફોઈલથી ભોજનમાં એલ્યુમિનિયમ આવી જાય છે, જે શરીરમાં પહોંચીને ઝીંકને રિપ્લેસ કરવા લાગે છે. વળી ઇન્સ્યુલિન ફંકશન માટે ઝીંક ખુબ જ જરૂરી હોય છે.હાઈ એલ્યુમિનિયમ ઇનટેક અલ્ઝાઇમરનું કારણ બને છે

આ સાથે જ રોજે રોજ એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવાથી બ્રેઇન સેલ્સ રેટ પણ ઘટી જાય છે. એલ્યુમિનિયમ ફોઈલ પેપર વાળું  ભોજન આપણા હાડકા પણ કમજોર બનવા તરફ દોરી જાય છે.