- ઓફીસમાં કંટાળો આવે ત્યારે ચા કોફી પી લેવી
- સીટ પરથી ઊભા થઈને મોઢુ ઘોઈ આવો
ઓફિસમાં કામ કરતા લોકો માટે બપોરનો સમય જાણે કસોટીનો સમય હોય છે ,કારણ કે આ સમય એવો હોય ચે કે કંટાળો આવે છે,બગાસા આવે છે ,ઊઁઘ આવે છે અને કામમાંથી મન ખસી જાય છે ઓફિસમાં આળસ અને ઊંઘ આવવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. જેના કારણે તેમનું કામકાજ સારુ થઈ શકતું નથી. જે તેમના પરફોર્મન્સને અસર કરે છે. કેટલાક લોકોને આ સમસ્યા ક્યારેક-ક્યારેક થાય છે જ્યારે કેટલાકને દરરોજ આ જ સ્થિતિ હોય છે. તેથી તે લોકો માટે તેની સાથે વ્યવહાર કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારે આ સ્થિતિમાંથી પસાર નહી થવું પડે,તો જાણીલો આ ટિપ્સ
ચા-કોફીનો ઉપયોગ કરવો
ઓફિસમાં ઊંઘમાંથી છુટકારો મેળવવા માટે કોફી કે ચા સૌથી અસરકારક ઉપાય છે. જ્યારે તમે સુસ્તી અનુભવો છો, તમારી ખુરશી પરથી ઉઠો અને કોફી કે ચા કાઢીને પી લો. આ તમારી નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. જો કે, આ ઉપાયનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે. તેથી તે મર્યાદામાં કરો.
વર્કિંગ કરતા ઊભા થઈને થોડા બહાર જઈ ચક્કર લગાલી લો
જો તમને સતત ઊઁઘ જ આવે છે તો તમારે આવી સ્થિતિમાં ઓફિસના ટેરેસ કે કેન્ટિન કે પછી બહાર કોઈપણ જગ્યાએ 5 મિનિટ ચાલવાજતા રહો, આ તમારા શરીરને સક્રિય મૂડમાં લાવી દેશે. આ સિવાય તમે તમારા સહકર્મી સાથે પણ થોડો સમય વાત કરી શકો છો. ઊંઘમાંથી છૂટકારો મેળવવાનો આ પણ એક સરળ ઉપાય છે.
ઠંડા પાણીથી ફેશવોશ કરવો
આ સિવાય ઠંડા પાણીથી મોં ધોવા એ પણ ઉંઘ દૂર કરવાનો સારો ઉપાય છે. ચહેરો ધોયા પછી જ પંખા નીચે બેસો. આ તમારા શરીરને સામાન્ય તાપમાનમાં લાવશે, જે તમારી આળસને ઘટાડવામાં મદદ કરશે.
ઝોકું
પાવરનેપ (ઊંધની 10 થી 15 મિનિટની ઝબકી)
જો આ બધા ઉપાયો અપનાવ્યા પછી પણ તમને ઉંઘ આવી રહી છે, તો સારું રહેશે કે તમે થોડીવાર સૂઈ જાઓ. 15 થી 20 મિનિટ પાવર નેપ લેવાથી તમારા શરીરમાં એનર્જી આવશે. પછી તમે શાંત મન અને ઉર્જાથી કામ કરી શકશો. આળસ દૂર કરવા માટે આ એક ખૂબ જ અસરકારક રીત છે.