Site icon Revoi.in

ફટાકડા ફોડતા દાઝી જાવ તો તરત જ આટલું કરો, સ્કિન બળશે પણ નહી અને ડાઘ પડશે પણ નહી

Social Share

 

હાલ દિવાળી આવી રહી છે અનેક બાળકોથી લઈને મોટા લોકો ફટાડકાઓ ફોડતા હોય છે જો કે ઘણા કિસ્સામાં કેટલું પણ ધ્યાન રાખવા છંત્તા ફટાડકા કે ફૂલઝડીના કારણે આપણ ેદાધઈ જતા હોઈએ છીએ અને ઘબરાઈ જઈએ છીએ જો કે હવે જ્યારે પણ આવો બનાવ બને ત્યારે ડર્યા અને ગભરાયા વિના પહેલા ઘરેલું સારવાર કરીલો ત્યાર બાદ જો સમસ્યા વધુ હોય તો ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

દાઝી જાવ ત્યારે તરત આ ઉપાય અપવાનો

જો તમારું બાળક અથવા પરિવારનું કોઈ સભ્ય ફટાકડાથી દાઝી જાય છે, તો બળી ગયેલી જગ્યા પર ઓછામાં ઓછા 20 મિનિટ સુધી ઠંડુ પાણી રેડતા રહો, તેનાથી તમને બળવામાં ઘણી રાહત મળશે. ઠંડું પાણી રેડવાથી ડાઘ, દુખાવો અને સોજાની સમસ્યામાં ઘણી રાહત મળે છે.

આ સાથે જ દાઝેલી સ્કિન પર તને ઠંડા પાણીને બદલે ઠંડા ફ્રૂડના રસ, ઠંડુ દૂધ,અને મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો જે બળતરામાં રાહત આપવાનું કામ કરે છે.

આ સાથે, દાઝેલી જગ્યાને છઆંકવી નહી તેને ખુલ્લી રહેવાદો ઢાંકવાથઈ ઈન્ફેક્શન થાય છે.ઘા જલ્દી રુઝાતો નથી, આ સાથે જ તમે પેપર વડે કે પંખા વડે સ્કિન પર પવન નાખતા રહો જેથી જલન નહી થાય.

દાઝેલી સ્કિનમાં બળતરાને દૂર કરવા તમે બરફ પણ ઘસી શકો છો બરફથી રાહત મળે છે અને સ્કિન પર ડાધ પડતા નથી.

આ સાથે જ ગરમ પાણી કે વરાળથી દાઝી ગયા હોવ તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ થાય છે.

ત્યાર બાદ તમે દાઝેલી જગ્યાએ  મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે. અને સ્કિનને ઠંડક પહોંચે છે જો મહેંદીના પાન તરત ન ણળે તો બીજા દિવસે પણ તમે આ ઉપાય કરી શકો છો.

આ સાથે જ વિટામિન ઈથી ભરપૂર બદામ તેલને દાઝેલા સ્થાને લગાવવાથી આરામ મળે છે. તેને દરરોજ રાત્રે સૂતા પહેલા લગાવો.