આ વાતાવરણમાં તમને તાવ આવે તો ચેતી જજો,ન કરતા આ ભૂલ
કેટલાક લોકોને એવી તકલીફ હોય છે કે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય એટલે કે ડબલ ઋતુ જેવુ વાતાવરણ સર્જાય ત્યારે તેઓ બીમાર પડી જતા હોય છે. આ સમયમાં સામાન્ય રીતે લોકોને તાવ આવતો હોય છે પરંતુ આ લોકોએ તે વાતને સમજવી જોઈએ કે જ્યારે આ પ્રકારના સમયમાં જો તાવ આવે તો વધારે ધ્યાન રાખવું જોઈએ અને બેદરકારી ભર્યુ વર્તન રાખવાની ભૂલ કરવી જોઈએ નહી.
જો આ બાબતે વધુ વાત કરવામાં આવે તો લોકો આ રીતે કાળજી રાખે તો પોતાને સલામત રાખી શકે છે, જેમ કે ચોમાસાની ઋતુમાં વધુ ભેજને કારણે તાવ આવવો સામાન્ય બાબત છે. એક લીટર પાણીમાં એક ચમચી આદુનો પાવડર ભેળવીને પીવાથી ફાયદો થાય છે. “અહીં ખાસ ધ્યાન રાખો કે પાણીમાં વધારે સૂકું આદુ ન નાખો કે આ ઉકાળો રોજ ન પીવો. કોથમીર ઉમેરીને પાણી પણ ઉકાળી શકાય છે. તે નિયમિતપણે પીવું જોઈએ નહીં
જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે ત્યારે તેને રોગ થવાનો ડર રહે છે તો આવા સમયમાં એ પણ સમજવું જોઈએ કે આયુર્વેદ તેના દર્દીઓની સારવાર કેવી રીતે કરે છે – તે લક્ષણોને દબાવતું નથી. તે શરીરમાં અસંતુલનનું મૂળ કારણ શોધી કાઢે છે અને તેની સારવાર કરે છે. તંદુરસ્ત શરીર માટે, બધી શક્તિઓ એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે આ જાણકારીને માત્ર માહિતી માટે એકત્રિત કરવામાં આવી છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.